ખરાબ સાથીદાર કરતાં એકલતા સારી. (હદીસ બોધ)
બોધ વચન
આળસ એ આરામ નથી, કંજૂસાઈ કરકસર નથી અને ઉડાઉપણું ઉદારતા નથી. – કાકા કાલેલકર
આજની આરસી
૧ જાન્યુઆરી બુધવાર ર૦૨૫
૨૯ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ પોષ સુદ બીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૬
ખત્મે ઝવાલ ૧૨-૪૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ઈમાન તેરા લૂટ ગયા રહબર કે હાથોંસે,
ઈમાન તેરા બચા લે વો રહબર તલાશ કર
દસકાઓ પહેલાં કવિએ આપણને ચેતવ્યા હતા. તારો નેતા લંપટ, રૂશ્વતખોર, ગુનેગાર છે, યથા રાજા તથા પ્રજાની ઉકિત મુજબ તેને અનુસરીને તારૂં ઈમાન પણ તું ગુમાવી બેઠો છું, હવે તો ઈમાનદાર, સદાચારી, પ્રમાણિક, નેક નેતાની પસંદગી કર જેથી તેનું ચારિત્ર્ય જોઈને પ્રજા પણ નેક, પ્રમાણિક, દેશભકત અને સદાચારી બને.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)