આપવાવાળા હાથ લેવાવાળા હાથથી બહેતર છે.   -હદીસ બોધ

બોધ વચન
તમારા મગજને મહાન વિચારોથી ભરી દો. -બેન્જામિન ડિસરાઈલી

આજની આરસી

૬ જાન્યુઆરી સોમવાર ર૦૨૫
૫ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ સુદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૭
ખત્મે ઝવાલ     ૧૨-૪૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૯

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

હુસ્ન-એ-કીરદારસે નૂર-એ-મુજસ્સમ હો જા
કિ ઈબ્લીસ ભી તુઝે દેખે તો મુસલમાં હો જાએ
કવિ મુસલમાનને કહે છે કે તારા ગુણો એક પાક મુસલમાનના હોવા જોઈએ કે તારી પરહેઝગારી, તારા સંસ્કાર, સદાચાર, ઈમાનદારી, અખલાકના નૂર જોઈને શયતાન પણ મુસલમાન થઈ જાય, અલ્લાહની પનાહમાં આવી જાય
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks