આપવાવાળા હાથ લેવાવાળા હાથથી બહેતર છે. (હદીસ બોધ)
બોધ વચન
પ્રેમ એ ત્યાં સુધી પ્રેમ નથી, જ્યાં સુધી તે બીજાને આપી ન દેવાય.
-એરિક
આજની આરસી
૪ જાન્યુઆરી શનિવાર ર૦૨૫
૩ રજબ હિજરી ૧૪૪૬
પોષ સુદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૭
ખત્મે ઝવાલ ૧૨-૪૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૭
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મૈં હું સદફ તો તેરે હાથ મેરે ગૌહરકી આબરૂ,
મૈં હું ખઝફ તો તૂ મુઝે ગૌહર-એ-શહવાર કર
હે ખુદા જો હું છીપ(સદફ)છું તો મારા મોતી (ગૌહર-ગુહર)ની આબરૂ તારા હાથમાં છે, મારા જેવા પથ્થર(ખઝફ)ને મોતી જેવી ચમક(શહવાર) આપ. મારૂં જીવન સફળ બનાવ, ગુનાહોથી બચાવ, દાગ રહિત ચારિત્ર્ય, ખુદાની બંદગીની લગન અને સદ્કાર્યોના મિશનથી મારૂં જીવન મોતી જેવું ચમકદાર બનાવ.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)