
(એજન્સી) તા.૧
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ગાઝાપટ્ટીમાં પેલેસ્ટીનીઓની વિરૂદ્ધ ઈઝરાયેલી સૈન્ય હુમલાને સમાપ્ત કર્યા વિના પ્રતિરોધ આંદોલન કબજાવાળા રાજયની સાથે કોઈપણ સમજૂતીને સ્વીકાર નહી કરે. સામી અબુ જુહરીએ જણાવ્યું કે મધ્યસ્થોના માધ્યમથી અમને જે ઈઝરાયેલી કબજાવાળી સરકારની પ્રતિક્રિયા મળી, તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વિશે કોઈ નિર્ણય પર પહોંચવુ ઉતાવળ ભર્યું હશે. આંદોલને ઈજિપ્ત અને કતારને આશ્વાસન આપ્યું છે કે તે એક સમજૂતી પર પહોંચવા માટે ગંભીર છે. પરંતુ તે કોઈપણ અમેરિકન દબાણમાં નહી આવે.
Facebook
0
Twitter
0