હરિયાણામાં દલિત કિશોરનું મૃત્યુ : પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર, કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો

પાર્ટીના અન્ય એક અગ્રણી દલિત ચહેરા કુમારી શેલજાની મુલાકાતના એક દિવસ પછી પંજાબ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પરિવારને મળવા માટે હિસાર ગયા

(એજન્સી)                      તા.૧૮
પોલીસ દ્વારા પીછો કરવા દરમ્યાન ધોરણ ૧૦ના વિદ્યાર્થી ૧૬ વર્ષીય ગણેશનું મૃત્યુ થયાને ૧૦ દિવસ થઈ ગયા છે અને તેના પરિવારે તેનો મૃતદેહ લેવાનો ઇનકાર કરીને અને તેની હત્યાનો આરોપ લગાવીને વિરોધ શરૂ કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આ ઘટના દર્શાવે છે કે ભાજપ સરકારમાં ‘દલિતોના જીવનનું કોઈ મૂલ્ય નથી’. થોડા કલાકો બાદ મીડિયા સાથે વાત કરતા, હરિયાણાના સામાજિક ન્યાય, સશક્તિકરણ, અનુસૂચિત જાતિ અને પછાત જાતિ કલ્યાણ અને અંત્યોદય મંત્રી, કૃષ્ણ બેદીએ દાવો કર્યો કે, તેમણે પરિવારને તેમનો વિરોધ પાછો ખેંચવા માટે મનાવી લીધો છે. હિન્દીમાં ઠ પર એક પોસ્ટમાં ગાંધીએ લખ્યુંઃ ‘હરિયાણાના હિસારમાં દલિત યુવાન ગણેશ વાલ્મીકીની હત્યા અને તેમના પરિવાર પર કરવામાં આવેલી ક્રૂરતા માત્ર એક ગુનો નથી, તે ભાજપ-આરએસએસની ‘મનુવાદી’ વ્યવસ્થાનો કદરૂપો ચહેરો છે જે આજે ભારતમાં બહુજનના જીવનને નકામું માને છે, તેમને સમાનતા અને આદર માટે અયોગ્ય માને છે.’ પાર્ટીના અન્ય એક અગ્રણી દલિત ચહેરા કુમારી શેલજાની મુલાકાતના એક દિવસ પછી પંજાબ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની ગુરૂવારે પરિવારને મળવા માટે હિસાર ગયા હતા,. જ્યારે બેદી અગાઉ પણ પરિવારને મળ્યા હતા અને સરકારે ‘બધા ખૂણાઓ’ની તપાસ માટે જીૈં્‌ની જાહેરાત કરી હતી, ત્યારે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગણી કરી ગુરૂવાર સાંજ સુધી તેઓ હિસારમાં સિવિલ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન પર બેસી રહ્યા હતા જ્યાં ગણેશનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. પરિવારના સમર્થનમા દલિત સમુદાય દ્વારા સ્થળ પર એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાણા ઓનરેબલ ડિસ્પોઝલ ઓફ ડેડ બોડી એક્ટ, ૨૦૨૪ હેઠળ આવી પહેલી કાર્યવાહીમાં, સરકારે પરિવારને નોટિસ પણ આપી હતી. કાયદા મુજબ, જો કોઈ પરિવાર મૃતદેહનો દાવો કરવાનો ઇનકાર કરે છે, તો અધિકારીઓ ‘શિષ્ટ’ અને ‘સમયસર’ અંતિમ સંસ્કાર સુનિશ્ચિત કરવા માટે દખલ કરી શકે છે. બેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ સમાધાનની નજીક છે. ‘અમે પરિવારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ, અને આજે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળ્યા હતા. ગણેશના પિતા વિક્રમ અને કાકા દિનેશ, અમારા સમગ્ર દલિત સમુદાયના ભાઈઓ અને અન્ય લોકો ત્યાં હતા. મામલો ઉકેલાઈ ગયો છે. અમે બધા કાલે સવારે હિસાર જઈશું અને છોકરાના અંતિમ સંસ્કાર કરીશું.’ આ ઘટના ૭ જુલાઈની રાત્રે બની હતી, જ્યારે પોલીસ હિસારના એક વિસ્તારમાં ફરિયાદ પર પહોંચી હતી કે રાત્રે ૧૦ વાગ્યાની સમયમર્યાદા પછી પણ જાહેરમાં મોટેથી સંગીત વગાડવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગણેશ અને તેના મિત્રો, જેઓ તેમનામાંથી એકનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા, સંગીત વગાડી રહ્યા હતા અને જ્યારે તેઓએ યુવાનોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. પોલીસનો દાવો છે કે ગણેશ અને તેનો મિત્ર આકાશ બચવા માટે એક ઘરના ટેરેસ પર દોડી ગયા અને તેમાંથી કૂદી પડ્યા. પોલીસે જણાવ્યું કે, ગણેશનું મોત થયું, જ્યારે આકાશ ઘાયલ થયો. પોલીસ લગભગ ૧૦-૧૫ યુવાનોને શોધી રહી છે, જેમના પર તેમના કર્મચારીઓ પરના હુમલામાં ભાગ લેવાનો આરોપ છે. ગણેશના પરિવારનો આરોપ છે કે પોલીસે તેને ટેરેસ પરથી ધક્કો માર્યો હતો અને સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે. જિલ્લા પોલીસે પોતાનો કેસ સાબિત કરવા માટે સીસીટીવી વીડિયો જાહેર કર્યા છે. હોસ્પિટલમાં દાખલ આકાશે પોલીસને નિવેદન આપ્યું છે કે તેમણે તેમના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ વધારાની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસ કર્મચારીઓએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું, ત્યારે દલિત યુવકે કહ્યું કે, તેણે અને ગણેશે ટેરેસ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો અને ગણેશ ઘાયલ થતાં મૃત્યુ પામ્યો. પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી વીડિયોમાંના એકમાં ગણેશ રાત્રે લગભગ ૯ વાગ્યે તેના ઘરના ટેરેસ પર દેખાય છે. રાત્રે ૧૦ઃ૪૫ વાગ્યે, તે તેના ઘરની બહાર શેરીની વચ્ચે ખાટલા પર પડેલો જોઈ શકાય છે અને તેના મિત્રો આસપાસ ઉભા હતા. રાત્રે ૧૦.૫૫ વાગ્યે, બે બાઇક સવાર યુવાનો એક વિશાળ લાઉડસ્પીકર લઈને આવે છે અને યુવાનો તેના પર સંગીત વગાડવા આગળ વધે છે. રાત્રે ૧૧ઃ૩૨ વાગ્યે, તે સમયે યુવાનો રસ્તા પર નાચતા હતા, પોલીસ ત્યાં પહોંચી જાય છે. ત્યારબાદ સીસીટીવી વીડિયોમાં યુવાનો પોલીસ પર લાઠીઓથી હુમલો કરતા અને પથ્થરમારો કરતા દેખાય છે અને પોલીસ એક ઘરમાં આશરો લેતી જણાય છે. એડીજીપી કે કે રાવે કહ્યું, ‘પોલીસ પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર છે. તેઓ ફક્ત પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વિસ્તારના રહેવાસીઓએ મોટા અવાજે સંગીતને કારણે ખલેલ પહોંચાડવાની ફરિયાદ કરી હતી.’

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts