(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
એક તરફ હરિયાણાના જીંદમાં ભાજપના પ્રમુખ અમિત શાહે બાઈકરેલી યોજી તો બીજી તરફ હરિયાણાના ભાજપના એક સાંસદે પાર્ટી છોડવાની જાહેરાત કરી. આગામી ચૂંટણીઓ અલગથી લડવાની જાહેરાત કરી હતી.
અહેવાલો મુજબ હરિયાણાના કુરૂક્ષેત્રના ભાજપના સાંસદ રાજકુમાર સૈનીએ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપથી અલગ થઈ જશે. ત્યારબાદ હરિયાણામાં ૯૦ વિધાનસભા બેઠકો અને ૧૦ લોકસભાની બેઠકો પર ચૂંટણી માટે ઉમેદવારો ઉતારશે. સૈનીએ કહ્યું કે આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે તેઓ અલગ પક્ષની રચના કરી તમામ ૧૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.
સાંસદ રાજકુમાર સૈની ઘણા સમયથી જાટ અનામતનો વિરોધ કરી રહ્યા છે. સૈનીના નિર્ણય અંગે હરિયાણા ભાજપના પ્રમુખ સુરેશ બરાલાએ કહ્યું કે, તેમણે આ અંગે કેન્દ્રીય નેતૃત્વને જાણ કરી દીધી છે. અમિત શાહની રેલીમાં સૈની ગેરહાજર રહ્યા હતા. હુંકાર રેલી સિદ્ધાંતો વિરૂદ્ધ હતી. તેમ જણાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના સમયમાં સૈની સરકારનો ભાગ હતો. તેમનું કહેવું છે કે જીંદમાં અનુમાન મુજબ સંખ્યા ન થતાં ભાજપની શાખને ધક્કો લાગ્યો હતો. ભાજપ પ્રત્યેનો પ્રદેશની જનતાનો ભ્રમ ભાગી ગયો છે. જીંદ રેલી બાદ ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપમાં પણ બળવાની સ્થિતિ છે. ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનું રાજીનામું માગ્યું છે.