હવેથી કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં

ગાંધીનગર, તા.૧૫
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ટેસ્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગ દ્વારા કેસ અને ટેસ્ટિંગ માટે પાંચ કેટેગરી નક્કી કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડતી હતી. હવે રાજ્ય સરકારના આ નિયમ બાદ કોરોના ટેસ્ટ કરાવવો વધુ સરળ બનશે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે, હવે કોરોના ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ અથવા કેસ માટે પાંચ કેટેગરી નક્કી કરી છે. ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર પડશે નહીં. જિલ્લા અથવા કોર્પોરેશનના હેલ્થ અધિકારીઓએ મેલ દ્વારા માહિતી આપવાની રહેશે. જે દર્દીના જીવનું જોખમ હોય તો કોવિડના ટેસ્ટની રાહ જોયા વગર તેને વ્યરિત સારવાર આપવાનું પણ આરોગ્ય વિભાગે કહ્યું છે.

આરોગ્ય વિભાગે નક્કી કરેલી પાંચ કેટેગરી

૧. સરકારી-ખાનગી એમડી અને એમબીબીએસ દ્વારા રીફર કરાયેલ દર્દી ૨. મેજર ઓપરેશનમાં પ્રી-ઓરપરેટિવ વાળા દર્દીઓ ૩. કેન્સરના દર્દીઓ કે જે કિમોથેરાપી-રેડિએશન થેરાપી લેતા હોય ૪. સગર્ભા અવસ્થામાં ડિલિવરી પહેલાના ૫ દિવસ અથવા સિઝેરિયન થાય તે અગાઉ કોવિડ ટેસ્ટ જરૂરી જણાય તો ૫. ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, તબીબ, લેબ ટેકનિશિયન

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks