(સંવાદદાતા દ્વારા) મેઘરજ, તા.ર૩
ગુજરાત સરકાર રાજ્યભરની દીકરીઓ સુરક્ષિત સલામત મોભાનું જીવન જીવે તે માટે મહિલા દીન મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓના મોટા મોટા હોર્ડિંગો લગાવી જોરશોરથી અઢળક નાણાં ખર્ચી અભિયાન ચલાવી રહી છે. અરવલ્લીના મેઘરજ નગરની એક પછી એક ૪ છોકરીઓના અપહરણ થયા છે જેની તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાંથી ર અલગ અલગ છોકરીઓની જાણવાજોગ અને ૧ કેસની ર છોકરીઓની એફઆઈઆર નોંધવામાં આવેલી હતી. જેમાં જાણવાજોગ નોંધવામાં આવેલી એક છોકરીના પિતાએ ફરિયાદ નોંધાવા માટે અને એક કેસની નોંધાયેલી એફઆઈઆરની બે છોકરીઓના ફરિયાદીએ અપહરણકારોને પકડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ધારાશાસ્ત્રી મારફતે બે અલગ અલગ રીટ ફાઈલ કરી હતી. તેવી આ અલગ અલગ રીટના ચુકાદા આવ્યા જેમાં મેઘરજ પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી તેમાં ફરિયાદ દાખલ કરવાનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો તે આદેશના પગલે મેઘરજ પોલીસે હરકતમાં આવી પોલીસ ફરિયાદ નોંધી હતી. જ્યારે બે છોકરીઓવાળા બીજા એક કેસમાં કોર્ટે આરોપીઓને પકડવાના ચુકાદામાં જણાવ્યુ કે મેઘરજ પોલીસ પાસેથી કેસની તપાસ લઈ જિલ્લા પોલીસવડાને સોંપી જણાવ્યું કે આ એક ગંભીર કેસ છે. જિલ્લા પોલીસવડા તેમની તમામ તાકાત કામે લગાવીને આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવો હુકમ કર્યો હતો. આમ આ બંને કેસમાં મેઘરજ પોલીસ અને જિલ્લા પોલીસ બંને કેસોના આરોપીઓને આજદીન સુધી પડકી શકી નથી અને પકડવામાં સદંતર નિષ્ફળ રહેતાંં એક કેસની ર છોકરીઓના પિતાએ તેમના ધારાશાસ્ત્રીને સમગ્ર બીના જણાવતાં ફરિયાદીના ધારાશાસ્ત્રીએ એક કેસની બે છોકરીઓના પોલીસ ફરિયાદના કેસમાં ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી સીબીઆઈ તપાસની માંગ કરતી રીટ ફાઈલ કરેલી. તે રીટના સંદર્ભે હાઈકોર્ટ સંબંધિત વિભાગ સહિત જિલ્લા પોલીસવડાને નોટિસ પાઠવી આ કેસની તપાસનો રિપોર્ટ કોર્ટે નિયત સમયમાં રજૂ કરવા જણાવ્યું અને નિયત સમયમાં રજૂ પણ કરેલ છે તેના ઉપર ફરિયાદીના ધારાશાસ્ત્રી મોહમ્મદ સુહેલ તીરમીઝી સીબીઆઈને કેસ સોંપવા માટે ધારદાર દલીલો કરી રહ્યા છે. તેવા આ કેસમાં ર મુખ્ય અપહરણકારો પરણિત છે. જેમાં એકને એક સંતાન અને બીજો ર સંતાનનો પિતા છે. તેવા આરોપીઓએ મોડાસામાં વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ આ એક કેસની બે દીકરીઓના અપહરણકારો અપહરણ કરીને લઈ ગયાને આજે નવ માસ ઉપરનો સમય વીતી ગયો છે. આ છોકરીઓની કોઈ ભાળ પોલીસ હજુ સુધી મેળવી શકી નથી.