હાથરસમાં દલિત પીડિતાને અપમાનિત કરવા રાજપૂત જાતિની પંચાયતમાં કોઈ ‘કન્ટેનમેન્ટ ઝોન’ નહીં

(એજન્સી)                    તા.૪

હાથરસમાં જે રીતે દુષ્કર્મની ઘટના બની તેનાથી આપ સૌ વાકેફ જ હશો કે કેવી ભયાવહતા સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે જેના પગલે પીડિતા મૃત્યુ પણ પામી ગઈ.  આ પીડિતા ફક્ત ૧૯ જ વર્ષની હતી અને દલિત સમુદાયની હતી. તેના પર ઊંચી જાતિના ઠાકુર સમુદાયના ચાર લોકો દ્વારા દુષ્કર્મ કરાયું હતું. જોકે આ ઘટના બની ત્યારે કદાચ જ આપણું આ ઘટના પર એકાએક ધ્યાન ગયું હશે.  આપણે તો એ જ વિચારતાં રહી ગયા કે આવી ભયાવહતાની શિકાર વધુ એક મહિલા થઇ અને તે પણ હવે ન્યાય માટે તરસી રહી છે. હાથરસની પીડિતા પણ મૃત્યુ પામી ચૂકી છે. તેને પહોંચેલી ઈજાઓ અત્યંત ઘાતક હતી. તેના કમરના કરોડરજ્જુને માઠું નુકસાન પહોંચાડાયું, તેની જીભ પણ બહાર નીકળી ગઈ હતી. જોકે અત્યારે એ વાત સૌથી મોટો મુદ્દો બની ચૂકી છે કે લોકો એ વાત પર જ ધ્યાન આપી રહ્યાં છે કે પીડિતા એક દલિત યુવતી હતી અને હુમલાખોર હેવાનો એક ઠાકુર સમુદાયના ઊંચી જાતિના હતા. આવું કઈ રીતે થઈ શકે કે આવી ભયાવહ ઘટના અંગે પણ જાતિવાદને વચ્ચે ઢસડી લાવવામાં આવે.  આપણે અપસેટ છીએ કેમ કે આપણે મહિલા સાથે જે થયું તેનાથી આઘાત પામી ગયા છીએ. તે પણ ભારતની એક દીકરી જ હતી. તેમાં જાતિને જોવાની જરૂર નથી. પહેલા ફકરાની જેમ. શું તમે પણ આવું જ અનુભવો છો ?  હાથરસની પીડિતાને મળવા જઈ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના કાફલા સાથે પણ જે ઘટના બની હતી તે પણ શરમજનક જ હતી. કેમ રાહુલ ગાંધી સાથે પોલીસે આવું વર્તન કર્યુ? ૨૦૧૨માં નિર્ભયા દુષ્કર્મ કેસ બન્યો હતો. ત્યારે પણ લોકોએ માર્ગો પર ઊતરી રોષ વ્યક્ત કર્યો હતો. જોકે હવે યુપીનો વારો છે. ત્યાં એક એવા મુખ્યમંત્રી છે જે ફક્ત હિન્દુત્ત્વ વિશે જ વિચારે છે. એ પણ જાહેરમાં. વિચાર્યા કરતાં પણ તેમના શાસનમાં અત્યંત દયનીય હાલતમાં છે કાયદો વ્યવસ્થા. ઊંચી જાતિના આરોપીઓને બચાવવા માટે ત્યાંની સરકાર પણ ગમે તે હદ વટાવવા તૈયાર છે જેના નમૂના તમે જોઈ ચૂક્યા છો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks