હાથરસ ગામે દલિત યુવતી પર ગેંગરેપ હત્યા પ્રકરણમાં અંકલેશ્વરમાં વાલ્મિકી સમાજ દ્વારા ગુનેગારોને ફાંસીની સજાની માંગ

 

અંકલેશ્વર, તા.૮
ઉત્તરપ્રદેશના હાથરસ ગામે દલિત યુવતી પર થયેલા બળાત્કાર અને હત્યા બાબતે સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે અંકલેશ્વર વાલ્મિકી સેવા મંડળ દ્વારા ગુનેગારોને ફાંસીની સજા કરવા બાબતે તેમજ કચ્છના રાપરમાં વકીલની હત્યા અંગે અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અંકલેશ્વર વાલ્મિકી સેવા મંડળના આગેવાન ડી.સી.સોલંકી તથા અન્ય આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર આપી હાથરસની ઘટનાને વખોડી કાઢી અને સામેલ ગુનેગારોને ફાંસીની સજા આપવા બાબતે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ કચ્છના રાપરમાં અસામાજિક તત્ત્વોએ વકીલ સ્વ. દેવજીભાઈ મહેશ્વરીની ધોળે દિવસે હત્યા કરી હતી, જેમાં સામેલ ગુનેગારોને ફાંસીની સજા કરવાની માગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks