હાથરસ દુષ્કર્મ અને લઘુમતીઓ તથા દલિતો પર વધતા જતા હુમલાના વિરોધમાં ડાબેરી સંગઠનોએ દેશભરમાં દેખાવ કર્યા

 

(એજન્સી) તા.૧૪
સીઆઈટીયુ, એઆઈકેએસ, એઆઈએડબ્લ્યૂયુ, જેએમએસ અને ડીએસએમએમ દ્વારા દેશભરમાં દેખાવો કરવા માટે એક સંયુક્ત આહ્‌વાન કરાયું હતું. આ તમામ સંગઠનોએ હાથરસ દુષ્કર્મ કેસની પીડિતા તથા તેના પરિવારને ન્યાય અપાવવા તથા નીચલા વર્ગો તથા મહિલાઓ પર વધતા હુમલાઓને રોકવાની માંગ કરી હતી. આ તમામ દેખાવકારોએ દેશભરમાં દેખાવો કરીને પોતાની ફરજ બજાવવામાં ચૂકી જનારા પોલીસકર્મીઓ વિરૂદ્ધ પણ ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હન્નાન મોલ્લાહ જનરલ સેક્રેટરી ઓલ ઈન્ડિયા કિસાન સભા, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સના તપન સેન, ઓલ ઈન્ડિયા એગ્રિકલ્ચરલ વર્કર યુનિયનના જનરલ સેક્રેટરી કોમ.બી.વેંકટ, જનવાડી મહિલા સમિતિ દિલ્હીના અધ્યક્ષ મૈમૂના મોલ્લાહ, સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ મયુખ વિશ્વાસ, ભૂમિ બચાવો આંદોલનના સૌરભ દ્વારા જંતર મંતર ખાતે દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેખાવો કરવા માટે એકઠા થયેલા દેખાવકારોને સંબોધતાં જાણીતા કવિત ગૌહર રઝાએ તેમની કવિતા સંભળાવી દેખાવોની શરૂઆત કરી હતી. આ દરમિયાન દિલ્હી સ્ટેટ સેક્રેટરી ઓફ સીઆઈટીયુ અનુરાગ સક્સેના, જનવાડી મહિલા સમિતિ સ્ટેટ સેક્રેટરી આશા શર્મા સહિત અનેક હસ્તીઓ આ દેખાવોમાં જોડાઈ હતી. આ દરમિયાન સ્પીકરે કહ્યું હતું કે, હાથરસમાં ઉચ્ચ જાતીના સભ્યો દ્વારા ૧૯ વર્ષીય દલિત મહિલા પર ક્રૂરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી તેની હત્યા પણ કરી દેવામાં આવી. આ ઘટનાને પગલે સમગ્ર ભારત સહિત દુનિયાભરના દેશો હચમચી ગયા હતા. આ ગુના વિરૂદ્ધ લોકો માર્ગો પર ઉતર્યા અને યુપીની ભાજપ સરકાર આ દરમિયાન ગુનેગારોને બચાવી રહી છે અને તેણે પુરાવાઓ સાથે ચેડાં કરીને આતંકી પ્રવૃત્તિઓ કરનારા ઉચ્ચ વર્ગોના લોકોનું જાહેરમાં સમર્થન કરી બતાવ્યું છે. આ દરમિયાન પીડિતા જે ગરીબ પરિવારથી હતી તેના ન્યાયનું શું ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts