હાર્ડવેર ફેક્ટરીમાં આગ લાગી : ૧૪ મજૂરોને બચાવાયા

રાજકોટ, તા.૧
રાજકોટ શહેરની આજી જીઆઈડીસીમાં આવેલી ચાર માળની ફેક્ટરીના બીજા માળે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ચાર ફાયર ફાઇટર સાથે પહોંચી ગઈ હતી. ફેક્ટરીના ચોથા માળે મજૂરોનાં રહેણાંક છે. જેમાં મહિલાઓ સહિત ૧૪ લોકો સૂતા હતાં. આગની જાણ થતાં જ અમુક મજૂરે કહ્યું સુરતની જેમ ઠેકડા મારો. પરંતુ ફાયરના જવાનોએ કહ્યું ના અમે બચાવી લેશું, અંતે ૧૪ મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે.
આગ લાગી ત્યારે ફેક્ટરીનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી ફાયર બ્રિગેડના જવાનોએ બાજુની ફેક્ટરીનો દરવાજો તોડી પહેલા માળની દીવાલમાં બાકોરૂ પાડી ફેક્ટરીના ચોથા માટે પહોંચ્યા હતા અને તમામને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. આ આગ જીઆઈડીસી કયુ-વન રોડ પર આવેલી સંજયભાઇ મુળજીભાઇ લીંબાસિયાની હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ નામની ચાર માળની ફેક્ટરીના બીજા માળે લાગી હતી. આ આગમાં માલ-સામાનને નુકસાની થઈ છે. પરંતુ કોઈ જાનહાની થઈ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks