હાલારમાં ર૩ હજાર ટ્રકોના પૈડાં થંભી ગયા ખાનગી ટ્રાવેલ્સ પણ જોડાતાં મુસાફરો પરેશાન

જામનગર, તા. ૨૦
દેશભરનાં ટ્રક ઓપરેટરો આજથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં ઉતરી ગયા છે. આથી માલ પરિવહન ઠપ્પ થઈ જવા પામ્યું છે. જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ૨૩ હજાર થી વધુ ટ્રકનાં પૈડા થંભી ગયા છે. ટ્રક ઓપરેટરોની હડતાલને ખાનગી બસ ઓપરેટરો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જેથી ખાનગી બસોનાં પણ પૈડા થંભી જતા એસ.ટી.બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે.
દેશભરનાં ટ્રક ઓપરેટરો પોતાની વિવિધ માંગણીઓનાં સંદર્ભમાં આજથી અચોક્કસ મુદતની હડતાલમાં ઉતરી જતા આશરે ૯૦ લાખ ટ્રકનાં પૈડા થંભી ગયા છે. હજુતો હડતાલનો પ્રારંભ થયો છે. પરંતુ જો હડતાલ લાંબી ચાલશે તો જીવન જરૃરિયાતની ચીજ વસ્તુની હેરફેર ને અસર થશે તો રોજિંદી વપરાશની વસ્તુના ભાવો પણ વધી શકે છે.
આ હડતાલમાં ખાનગી બસ ઓપરેટરો પણ જોડાયા છે. પરિણામે ૫૦ લાખ બસના પૈડાં પણ થંભી જતા ખાનગી બસમાં મુસાફરોની હેરફેર અટકી પડી છે. આ હડતાલના કારણે દરરોજનું બે હજાર કરોડનું નુકસાન થશે.
હડતાલ પહેલા કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરી સામે માગણી થઈ હતી. પરંતુ સમાધાન નહીં થતા હડતાલ યથાવત રાખવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks