હિંદુવાદી જૂથોની સતામણીને પગલે વેપારીઓ હડતાળ પર ઉતરી જતા ગોવામાં હવે ગૌમાંસ નહીં મળે

પણજી, તા. ૬
ગોવાના એકમાત્ર ગૌમાંસ વેપારી સંગઠને જણાવ્યું છે કે, તેઓ શનિવારથી અનિશ્ચિત કાળની હડતાળ પર ઉતરી રહ્યા છે કારણ કે, હિંદુવાદી સંગઠનો દ્વારા ગૌતસ્કરીનો આરોપ મુકી ભારે સતામણી થઇ રહી છે. વેપારી સંગઠને કટ્ટરવાદી સંગઠનો પર લગામ લગાવવાની માગ કરી છે જેઓ પાડોશી રાજ્યોમાંથી ગૌમાંસના પરિવહનને અટકાવી રહ્યા છે. વેપારીઓએ કહ્યું છે કે, તેઓ ત્યાં સુધી હડતાળ સમાપ્ત નહીં કરેજ્યાં સુધી રાજ્ય સરકાર કાઠાંળા રાજ્યમાં પરિવહનને સામાન્ય નહીં બનાવે. સત્તાવાર સમાચાર એજન્સીને વાત કરતા ગોવાના કુરેશી મીટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મન્ના બેપારીએ જણાવ્યું હતું કે, ગોવામાં ત્યાં સુધી ગૌમાંસનો વેપાર નહીં થાય જ્યાં સુધી આ મુદ્દો ઉકેલવા માટે સરકાર કોઇ પગલાં નહીં લે. બેપારીએ જણાવ્યું કે, અમે આ ગેરકાયદે રેડથી કંટાળી ગયા છીએ. તેઓ અમારો વેપાર ચાલવા દેતા નથી. દર બીજા દિવસે અમે કર્ણાટકથી ઓર્ડર પર માલ મગાવીરહ્યા છીએ તેને આ સંગઠન અવરોધે છે સાથે જ સરકારી અધિકારીઓ પણ અમારી સતામણી કરી રહ્યા છે. બેપારીએ કહ્યું કે, સરકાર અમને મદદ નહીં કરેત્યાં સુધી ગોવામાં કોઇપણ બીફની દુકાન ખુલશે નહીં અને સરકારે આ ગૌરક્ષક દળો સામે કડક હાથે કામ લેવું જોઇએ. આ નિર્ણય ક્રિસમસના દિવસે હિંદુવાદી જૂથ દ્વારા એક વાહન પર હુમલાને પગલે લેવાયો છે. બેપારીએ જણાવ્યંુ કે કેટલાક અઠવાડિયાની અંદર જ પાંચથી વધુ હુમલાઓ થયા છે ખાસ કરીને જ્યારેક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી પ્રસંગે જ્યારે માંસની વધુ માગ હતી ત્યારે જ આ હુમલા કરવામાં આવ્યા હતા. ગોવામાં હાલ મુખ્યમંત્રી મનોહર પારિકરની ભાજપની સરકાર છે અને તેમણે આશ્વાસન આપ્યું છે કે, રાજ્યમાં ગૌમાંસની કોઇ અછત સર્જાશે નહીં. રાજ્યમાં ખાસ કરીને ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના ઘરે આરોગવામાં આવે છે. રાજ્યમાં ૧૫ લાખની વસતીમાં લઘુમતીઓની વસતી ૩૦ ટકા છે. પ્રવાસીઓના કાંઠાળા રાજ્યમાં બીફ મટન કરતા સસ્તુ મળે છે અને રાજ્યમાં દર વર્ષે ૬૦ લાખ પ્રવાસીઓ આવે છે જેમાંથી મોટાભાગે વિદેશી હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks