હિંમતનગરમાં વાહનની ટક્કરે બાઈકસવાર બેનાં કરૂણ મોત

હિંમતનગર, તા.૯
હિંમતનગરના મોતીપુરાથી આરટીઓ સર્કલ જતા બાયપાસ રોડ પર આવેલ બહેરા મૂંગા વિદ્યાલય પાસે વાહનના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર જઈ રહેલ બે જણાના ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યાં હતાં.
મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે આરટીઓ સર્કલ તરફથી સિમેન્ટની પાઈપ ભરીને આવી રહેલ વાહન નં.જી.જે.૦૧ બી.વાય. પ૧૮પ ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને બહેરા મૂંગા વિદ્યાલય પાસેથી પસાર થતી બાઈક નં.આરજે.૧ર એસએમ ૬૦૩૯ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
જેના કારણે બાઈકના ચાલક સુરેશભાઈ ખાતુજી અસારી તથા બાઈક પાછળ બેઠેલ પપ્પુભાઈ લક્ષ્મણભાઈ ડામોર હાલ બંને હિંમતનગર બાયપાસ રોડ પર ટોલટેક્ષ પાસેના કોમ્પ્લેક્ષમાં રહેતા હતા. અકસ્માતને કારણે બંનેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે બંનેનાં મોત નિપજ્યાંં હતાં. અકસ્માતની ઘટના અંગે મૃતક સુરેશભાઈ અર્જુનભાઈ અસારીએ વાહનના ચાલક વિરૂદ્ધ હિંમતનગર એ.-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે અકસ્માત કરીને સિમેન્ટના પાઈપ ભરીને જતાં વાહનનો ચાલક વાહન લઈને ભાગી ગયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks