હિમાચલપ્રદેશમાં એરફોર્સના ૧૯૬૮માં તૂટી પડેલા વિમાનના કાટમાળમાંથી પ૦ વર્ષ બાદ થીજી ગયેલો મૃતદેહ મળ્યો

(એજન્સી) સિમલા, તા.ર૧
પ૦ વર્ષ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એરફોર્સના એક વિમાનનો કેટલોક ભંગાર અને એક થીજી ગયેલો મૃતદેહ પર્વતારોહક ટીમે શોધી કાઢયો હતો. ૭ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ રશિયન બનાવટનું વિમાન એન-૧ર ચંદીગઢથી લેહ જઈ રહ્યું હતું ત્યારે ખરાબ હવામાનના કારણે તૂટી પડ્યું હતું. દરમિયાન પર્વતારોહકોની સાફ-સફાઈ અભિયાન ટીમ પર્વતો પરથી કચરાની સાફસૂફી હાથ ધરી રહી હતી ત્યારે તેમને એક વિમાનનો ભાગ નજરે પડ્યો હતો. તેમાં એક સૈનિકનો થીજી ગયેલો મૃતદેહ પણ હતો. ચંદ્રભાગા-શિખર પર સાફસૂફી અભિયાન કરનાર રાજીવ રાવતે કહ્યું કે એરફોર્સના તૂટેલા વિમાનના ભંગાર નજીક સૈનિકનો ઊંધા માથે પડેલો થીજી ગયેલો મૃતદેહ મળ્યો હતો. તેના વાળ અને હાથ પ૦ વર્ષે પણ પહેલાં જેવા જ હતા. ત્યારબાદ સેનાને તેની જાણ કરાઈ હતી. સૈનિક મેગેઝિન સાથે હતો. રાવતે કહ્યું કે બરફ વર્ષા ઓછી થઈ જતાં વિમાનનો કાટમાળ-મૃતદેહ બહાર દેખાયા હતા. જે બેથી અઢી કિ.મી. વિસ્તારમાં ફેલાયેલ હતા. રાવતે કહ્યું કે તેમણે વિમાન ગુમ થવા અંગેના અહેવાલો વાંચ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks