(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
સોમવાર, ૨૮ સપ્ટેમ્બરના રોજ શેકપેટ (Shaikpet) વિસ્તારમાં એક વ્યક્તિએ બીફ (ગોમાંસ) વેચતી દુકાન બળજબરીથી બંધ કરાવી દીધી હતી. તેણે દાવો કર્યો હતો કે શાળાના ૧૦૦ મીટરના દાયરામાં માંસની દુકાનો ચલાવવી જોઈએ નહીં.ટોલીચોકીના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) સૈયદ ફિયાઝે જણાવ્યું હતું કે શાળાઓની નજીક પાનની દુકાનો ચલાવવા પર પ્રતિબંધ છે; જો કે, માંસની દુકાનો માટે આવો કોઈ નિયમ લાગુ પડતો નથી.તેમણે કહ્યું કે ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ACPએ ‘Siasat.com’ને કહ્યું, ‘ભલે ફરિયાદ નોંધાય નહીં, તેમ છતાં તમામ વિગતોની ચકાસણી કર્યા પછી અમે ‘સુઓ મોટુ’ (સ્વયં સંજ્ઞાન લઈને) કાર્યવાહી કરીશું.’આ વિસ્તારનો અધિકારક્ષેત્ર ધરાવતી ગોલકોંડા પોલીસે જણાવ્યું હતું કે તેમને અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી.ટોલીચોકીના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) સૈયદ ફિયાઝે જણાવ્યું હતું કે શાળાઓની નજીક પાનની દુકાનો ચલાવવા પર પ્રતિબંધ છે; જો કે, માંસની દુકાનો માટે આવો કોઈ નિયમ લાગુ પડતો નથી.તેમણે કહ્યું કે ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ACPએ ‘Siasat.com’ને કહ્યું, ‘ભલે ફરિયાદ નોંધાય નહીં, તેમ છતાં તમામવિગતોનીચકાસણી કર્યા પછી અમે ‘સુઓ મોટુ’ (સ્વયં સંજ્ઞાન લઈને) કાર્યવાહી કરીશું.’દરમિયાન, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ કહ્યું કે આ ઘટના હૈદરાબાદમાં સાંપ્રદાયિક સૌહાર્દને ડહોળવાનો પ્રયાસ હતો. MLC રિયાઝુલ હસન અફંદીએ સંપથ મુધિરાજ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.