હૈદરાબાદમાં જાહેર સુનાવણીમાં SC/ST અત્યાચાર કાયદાના અમલીકરણમાં ખામીઓ ઉજાગર કરવામાં આવી

હૈદરાબાદમાં જાહેર સુનાવણીમાં સાત સભ્યોની નાગરિક સમાજ જ્યુરીએ દલિત અને આદિવાસી પીડિતોની જુબાનીઓ સાંભળી, જ્યાં કાર્યકરો અને કાનૂની નિષ્ણાતોએ તેલંગાણામાં SC/ST (અત્યાચાર નિવારણ) કાયદાના અમલીકરણમાં પ્રણાલીગત નિષ્ફળતાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું

(એજન્સી) તા.૨૮
નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મૂવમેન્ટ્‌સ (દ્ગછઁસ્)ના તેલંગાણા પ્રકરણે, અન્ય રાજ્ય-સ્તરીય જાતિ વિરોધી સંગઠનો સાથે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા માટે રવિવાર, ૨૫ જાન્યુઆરીના રોજ એક જાહેર સભાનું આયોજન કર્યું હતું. નાગરિક સમાજના પ્રતિનિધિઓ ધરાવતી સાત સભ્યોની જ્યુરીએ તેલંગાણાના વિવિધ ભાગોમાંથી દલિતો અને આદિવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતા અત્યાચારોની વિગતો આપતા જુબાનીઓ સાંભળી હતી. જ્યુરીએ તેની સમક્ષ રજૂ કરાયેલા ૯૦ કેસોની તપાસ કરી, જેમાંથી ૩૦ કેસોમાં પીડિતોએ હૈદરાબાદના સુંદરય વિજ્ઞાન કેન્દ્રમ (જીફદ્ભ) ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વ્યક્તિગત રીતે જુબાની આપી હતી. આ કેસોમાં આંતરજાતિય અને લિંગ આધારિત હત્યાઓ, જાતીય હુમલો, પોલીસ ત્રાસ, કસ્ટોડિયલ હિંસા અને મૌખિક દુર્વ્યવહાર સહિતના વિવિધ મુદ્દાઓ પ્રતિબિંબિત થયા હતા. જીSC/ST કાયદાના અસરકારક અમલીકરણમાં નિષ્ફળતા અંગેની બેઠકમાં બોલતા, નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ નિમ્મા નારાયણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ કાયદા હેઠળના કેસોની તપાસ કરતી વખતે કાયદાકીય કઠોરતા લાગુ કરવામાં પૂરતા સક્રિય રહ્યા નથી. એડવોકેટ દર્શનમ નરસિંહાએ કાયદાની કલમ ૪ પર પ્રકાશ પાડ્યો હતો, જે ફરજમાં બેદરકારી બદલ પોલીસ અધિકારીઓ સહિત જાહેર સેવકોને સજાની જોગવાઈ કરે છે. પ્રોફેસર સુજાતા સુરેપલ્લી, રામા મેલકોટ અને કલ્પના કન્નાબીરન જેવા વક્તાઓએ લિંગ, જાતિ આધારિત અપમાન અને બંધારણીય નૈતિકતાના મુદ્દાઓ પર વાત કરી, SC/ST કાયદાના કડક અને અર્થપૂર્ણ અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પેનેલે નોંધ્યું હતું કે તેલંગાણા સરકારે રાજ્યભરમાં કાયદાનો સમાન અમલ સુનિશ્ચિત કરવો જોઈએ અને તમામ જિલ્લાઓમાં જિલ્લા-સ્તરીય તકેદારી અને દેખરેખ સમિતિઓની સ્થાપના કરવાની માંગ કરી હતી. જ્યુરીએ જણાવ્યું હતું કે તેઓ નજીકના ભવિષ્યમાં કાયદાના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે તેલંગાણા સરકારને માગણીઓની યાદી સુપરત કરશે. આ જાહેર સુનાવણી NAPM તેલંગાણા દ્વારા પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬થી શરૂ કરાયેલ એક વર્ષ લાંબા બંધારણીય ન્યાય અભિયાનનો ભાગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts