વેંકટૈયાના પરિવારે આરોપ લગાવ્યો કે પોલીસે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના વહીવટની ટીકા કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યા હતા, આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમાજના તમામ વર્ગના લોકોએ
પોલીસની કાર્યવાહીની નિંદા કરી અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી
(એજન્સી)
મહાબુબાદ, તા.૨૨
હૈદરાબાદ પોલીસે કસ્ટડીમાં લીધેલા એક વૃદ્ધ દલિત વ્યક્તિ દર્શનમ વેંકટૈયાને મધ્યરાત્રિના કલાકો દરમિયાન કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.વેંકટૈયાના પરિવારના સભ્યોએ ફરિયાદ કરી હતી કે પોલીસે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના શાસનની અપશબ્દો સાથે ટીકા કરવા બદલ તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યા હતા. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમાજના તમામ વર્ગોએ પોલીસ કૃત્યની નિંદા કરી અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી.જનતાના વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસે વેંકટૈયાને કોઈ પણ કાર્યવાહી કર્યા વિના તેમના ઘરે છોડી દીધા જેનાથી પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. યાદ રહે કે પોલીસે બે પત્રકારોની પણ એક વીડિયો પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી જેમાં વેંકટૈયાએ સરકાર વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને કોર્ટે તેમને જામીન આપ્યા હતા.