હૈદ્રાબાદ : રોહિત વેમુલાનો સાથી વિધાર્થી રહસ્યમય સંજોગોમાં ગુમ

(એજન્સી) હૈદ્રાબાદ, તા.૭

હૈદ્રાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો હજી ઠંડો નથી પડ્યો ત્યાં તો તેનો એક મિત્ર અને હૈદ્રાબાદ યુનિવર્સિટીનો પીએચડી સ્કોલર વિદ્યાર્થી ગુમ થઈ ગયો હોવાના અહેવાલ વહેતા થયા છે.આ વિદ્યાર્થી રોહિતનો મિત્ર હતો.સુરેશ નામનો વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો અને શનિવારે તે યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાંથી ગાયબ થઈ ગયો હતો.હજી સુધી તેની ભાળ મળી નથી.રોહિતની જેમ સુરેશ પણ આંબેડકર સ્ટુડન્ટ એસોસિયેશનનો સભ્ય છે. સુરેશની સારવાર માટે યુનિવર્સિટી દ્વારા મનોચિકિસ્તકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રોહિતની આત્મહત્યા બાદ તો તેની માનસિક સ્થિતિ વધારે બગડી હતી.કેટલાક દિવસ પહેલા સુરેશે ફેસબૂક પર પોસ્ટ મૂકી હતી કે હવે મારી યાત્રામાં બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે.હેલ્થ સેન્ટરના તબીબનું કહેવુ છે કે અમે સુરેશને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવવાનુ વિચારી રહ્યા હતા.આ માટે અમે તેના પિતાને પણ જાણ કરી હતી.તેના પિતા શનિવારે આવ્યા હતા અને તે જ દિવસે હેલ્થ સેન્ટરમાંથી સુરેશ ગાયબ થઈ ગયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks