હોટલના કર્મીઓને માર મારનારા ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા હિલચાલ

અમદાવાદ,તા.ર
શહેરના એસ.પી. રીંગ રોડ ઉપર આવેલી હોટલમાં જમવાનું ના મળતા ચાર પોલીસ કોન્સ્ટેબલોએ બે કારીગરોને પટ્ટાથી માર મારીને ઉઠક-બેઠક કરાવી હતી. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ મામલે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે શુક્રવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચારેય કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. હોટલના કારીગરને માર મારવાના મામલે અમદાવાદ ગ્રામ્યના ડીએસપીએ આ ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને રિપોર્ટ જોયા બાદ તેઓએ કાર્યવાહી કરવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તા.૩૧ જાન્યુઆરીના રોજ એસ.જી. હાઈ-વે પર આવેલી જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલ ખાતે વહેલી પરોઢે બોપલ પોલીસ સ્ટેશનના કર્મચારી મુકેશ દાન, પ્રદ્યુમનસિંહ, સાદીક, હરપાલસિંહ જમવા માટે પહોંચ્યા હતા. ત્યારે જમવાનું નહીં હોવાથી હોટલ કર્મચારીને પોલીસ કોન્સ્ટેબલે પટ્ટા વડે માર મારીને ઉઠક-બેઠક પણ કરાવી હતી. સમગ્ર મામલે હોટલના માલિક અને કર્મચારીએ પોલીસે મારેલા મુઢમાર અંગે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસ ફરિયાદ નોંધવા ઠાગાઠૈયા કરતી હતી. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવતા અધિકારીઓ ઉપર દબાણ વધતા આખરે ચારેય પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધ ફરિયાદ નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ચારેય પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાની દિશાના કાર્યવાહી ચાલી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks