ોડાસાના કુડોલ ઘાંટા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક : પાંચ શખ્સો પર જીવલેણ હુમલો : એક વ્યક્તિને ગંભીર ઈજા

ઇજાગ્રસ્ત યુવકને ૧૦ ટાંકા અને ફ્રેક્ચર
કુડોલ ઘાંટા પંથકમાં યુવક પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવક ગંભીર હાલતમાં મોડાસાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જેમાં યુવકને મોંઢાના ભાગે તેમજ પગના ભાગે મળી દસ જેટલા ટાંકા આવ્યા છે જ્યારે હાથના ભાગે ફ્રેક્ચર થયું છે.

મોડાસા, તા.ર
મોડાસા તાલુકાના કુડોલ ઘાંટા પંથકમાં અસામાજિક તત્ત્વો પોલિસને લલકારતા હોય તેવી રીતે જીવલેણ હુમલાની ઘટનાને અંજામ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્ત્વોના ટોળાએ પાંચ જેટલા લોકો પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, એટલું જ નહીં એક જ પરિવારના ત્રણ લોકો અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે, પણ પોલીસે કલાકો સુધી ફરિયાદ લેવામાં જાણે કેમ રસ ન દાખવ્યો તે એક સવાલ ઊઠ્યો હતો આખરે પીડીત પરિવાર અસામાજીક તત્ત્વો સામે ફરિયાદ કરવા કટિબદ્ધ હોવાથી ૧૬ હુમલાખોરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પીડિત પરિવારના જણાવ્યા મુજબ મયુરકુમાર મુળજીભાઈ કટારા જઇ રહ્યા હતા, ત્યારે ગુરૂવારે સાંજે સાત વાગ્યાના અસરામાં અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો, હુમલાખોરોએ લોખંડ તેમજ કુહાડીથી હુમલો કર્યો હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું, ત્યારબાદ ઇજાગ્રસ્ત વ્યક્તિને રોડ પર ફેંકી હુમલાખોરોએ ફોન કરીને પરિવારજનોને માહિતી આપી. ઈજાગ્રસ્ત હાલતમાં પરિવારજનોએ તાત્કાલિક મોડાસા ખાતે દાખલ કરવા માટેની કવાયત હાથ ધરી, ત્યારબાદ ભોગ બનનારના ભાઈ પર ટોળાએ હુમલો કરી દીધો. હુમલાખોરોએ ઇજાગ્રસ્ત યુવક પાસેથી રોકડ નાણાં, સોનાની ચેન તથા બાઈક લઈ લીધુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનામાં યુવકની માતાને હાથના ભાગે અને પગના ભાગે માર મારવામાં આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટનાને પગલે શુક્રવાર બપોરે ૧૨ વાગ્યે પીડિત પરિવારો મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા, જો કે પોલિસની ઢીલી નીતિનો ભોગ આ પરિવારો બન્યા હતા, અને સાંજ ૭ વાગ્યા સુધી ફરિયાદ ન લેવાઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks