૧૪ બેંકોમાં રૂા.૪ લાખની નકલી નોટો જમા થતાં ફરિયાદ

અમદાવાદ, તા.૧પ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરની ૧૪ બેંકોમાં ફરતી કરવામાં આવેલી રૂા.૩,૮૦,૫૦૦ની નકલી ચલણી નોટ અંગે ગુનો નોંધ્યો છે. દેશના અર્થતંત્રને તોડી પાડવા નકલી કરન્સી ફરતી કરનારા તત્ત્વો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરની ૧૪ બેંક જેમાં એચડીએફસી, કાલુપુર, યશ, કોટક, એ.યુ.સ્મોલ, આઈડીબીઆઈ, યુનિયન, ગુજરાત સ્ટેટ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, આઈસીઆઈસીઆઈ, એક્સીસ, રિઝર્વ, ડીસીબી અને આઈડીએફસી બેંકનો સમાવેશ થાય છે. આ બેંકોમાં કુલ ૩,૮૦,૫૦૦ની નકલી કરન્સી નોટ જુદા-જુદા દરની આવી હતી જેમાં રૂા.૨૦૦૦ના દરની ૧૧૨, ૫૦૦ના દરની ૧૩૨, ૨૦૦ના દરની ૧૨૩, ૧૦૦ના દરની ૫૮૪, ૫૦ના દરની ૧૩૮, ૨૦ના દરની ૩,૧૦ના દરની ૨ અને રદ થયેલી ૫૦૦ના દરની એક નોટ મળી કુલ ૧૦૯૭ નંગ નકલી ચલણી નોટ બેંકોમાં આવી હતી. કેટલીક ખાનગી બેંકોમાંથી સૌથી વધુ નકલી ચલણી નોટો આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસે નકલી ચલણી નોટ અંગેના અનેક ગુનાની તપાસ છે. જો કે, આ ગુનામાં કોઈ ફળદાયી પરિણામ મળતું નથી. પોલીસ માટે સમગ્ર કેસની તપાસ કરવી મુશ્કેલ છે, કેમ કે બેન્ક કર્મચારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય સહકાર આપવામાં આવતો નથી. ઘણા કિસ્સામાં નકલી ચલણી નોટ જમા કરાવવા આવેલા વ્યક્તિનું પુરૂં સરનામું કે સાચા નામ પણ પોલીસને મળતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks