૧૭ યુગલોને નિકાહ પઢાવાયા ભૂજ ખાતે અક્સા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા

ભૂજ, તા.૧
અક્સા ચેરીટેબલ ટ્રસ્ટ ભૂજ દ્વારા મુસ્લિમ સમાજનો સમૂહશાદી પ્રસંગ જાફરશાપીર દરગાહ પાસેના મેદાનમાં યોજાયો હતો. જેમાં મુસ્લિમ સમાજના ૧૭ યુગલો સમૂહલગ્ન શાદીમાં જોડાયા હતા. સરકારની ગાઈડલાઈન અનુસાર સવારથી સાંજ સુધી ચાલેલી સમૂહશાદીમાં સમય અંતરે પાંચ-પાંચ શાદીઓ યોજી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રખાયું હતું. તેમજ દરેક વ્યક્તિ માસ્ક પહેરીને સમૂહશાદીમાં પહોંચી હતી. પ્રારંભે મૌલાના મોહંમદ આસીફ ઈકબાલે દુઆએ ખૈર તથા કુર્આન શરીફની તિલાવત કરી હતી. સૈયદ હાજી જમીલશા ગુલામ મોહયુદ્દીને નિકાહ પઢાવ્યા હતા. સંસ્થાના અધ્યક્ષ રફીક બાવા અને યાકુબ હિંગોરાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ કુલસુમબેન સમા, મુજીબ મેમણે પ્રસંગ પરિચય આપેલ.
સાંસદ વિનોદ ચાવડા, માનવજ્યોતના પ્રબોધ મુનવર, હાજી અકીલ મેમણ, એમ.એમ.સૈયદ, અનવર હુસેન ખત્રી, આમદ જત, એડવોકેટ હાજી સકુર જરીવાલા, એડવોકેટ ફારૂક મુસા સમા, ગુલામહુસેન (જીઈબીવાળા), મુસા સમા (આર.ટી.ઓ. વાળા), નગરસેવક કાસમ સમા, નગર સેવક માલશી માતંગ, અયુબ રાજા, અલ્તાફ મણિયાર, સરફરાજ સમા, સોયેબ કકલ, અમીરઅલી ગુલાણી, ઈમ્તિયાઝ સોઢા, અખતર સમા, સુલેમાન સુમરા, ઈરફાન સુમરા, મકબુલ સમા, રજાક ભટ્ટી, રેયાનબાવા તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના સહયોગથી કબાટ, પલંગ સહિતની ૪૩ વસ્તુઓ દુલ્હા-દુલ્હનોને અર્પણ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન ઓસમાણ ગની તાલબ કુંભારે જ્યારે આભારવિધિ રફીક બાવાએ કરેલ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks