૧૯૮૪ના વંશીય નિકંદન વિશે પ્રસ્તાવ લાવનાર હરિન્દર માલ્હી ઓન્ટારિયોમાં પ્રથમ શીખ કેબિનેટ મંત્રી બન્યાં

(એજન્સી) તા.૧૯
ગુરૂવારે કેનેડાના પહેલાં પાઘડીધારી સંસદ સભ્ય ગુરૂબક્ષસિંહની પુત્રી હરિન્દર માલ્હીએ મહિલા દરજ્જાના મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. એન્ટારિયો પ્રાંતના પ્રિમિયર કેથલિન વિન દ્વારા માલ્હીને આગળ લાવવાનો આ નિર્ણય આ વર્ષે જૂનમાં થનારી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને લેવાયો છે. કેથલિન વિનની નજર આ પ્રાંતના શીખ મતો ઉપર છે. માલ્હીએ ગયા વર્ષે ઓન્ટારિયોની ધારાસભામાં એક પ્રસ્તાવમાં પસાર કરાયેલા આ પ્રસ્તાવ અંતર્ગત ૧૯૮૪માં ભારતમાં થયેલા તોફાને સત્તાવાર રીતે શીખોના વંશીય નિકંદન તરીકે માન્યતા આપવામાં આવી હતી. નવી દિલ્હી દ્વારા આ ઠરાવને સખ્ત રીતે નકારી કાઢવામાં આવ્યું હતું. ઓન્ટારિયોની ધારાસભામાં માલ્હી લેમ્પ્ટન-સ્પ્રીંગડેલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં શીખ મતદારોનું પ્રભુત્વ વધારે છે. ઓન્ટારિયોની ધારાસભામાં પ્રતિનિધિઓને પ્રાંતિય સંસદ પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે. માલ્દી ઉપરાંત બીજા એક ભારતીય મૂળના નેતા ઈન્દિરા નાયડુ-હેરિસને પણ શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ મંત્રી તરીકે બાળકોની કાળજી માટે જવાબદાર રહેશે. ઓન્ટારિયોના પ્રિમિયર કેથલિન વિને કહ્યું હતું કે હું રોમાંચિત છું કે ર૦૧૮થી ત્રણ નવા મંત્રીઓ કેબિનેટમાં જોડાઈ રહ્યા છે. ઓન્ટારિયોના લોકો માટે ઔચિન્ય અને તકો ઊભી કરવા માટે આ લોકો દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન અને કૌશલ્ય નિર્ણાયક પુરવાર થશે. બદલાતા અર્થતંત્રમાં અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે બધાને આગળ વધવા માટે સમાન તક મળે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks