૨૦૧૬ માં ભારતને કુલ ૬૩ બિલિયન ડોલરનું વિદેશી ધન મળ્યું, જે પૈકી અડધું તો ૫ મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી જ મળ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
૨૦૧૬ માં ભારતને મળેલી કુલ ૬૩ બિલિયન ડોલરની વિદેશી સહાયમાંથી અડધા કરતાં પણ વધારે રકમ પાંચ મુસ્લિમ રાષ્ટ્રોના કામદારો દ્વારા મળી હતી. ૨૦૧૬ માં બીજા દેશોમાંથી ભારતમાં મોકલવામાં આવેલા ૬૨.૭૪ બિલિયન ડોલરની રકમમાંથી લગભગ ૩૩.૬૭ બિલિયન ડોલરની રકમ પાંચ આરબ રાષ્ટ્રોની હતી તેવું વિશ્વ બેન્કના એક રિપોર્ટમાં કહેવાયું આવ્યું છે. ૧૩૫ દેશોની યાદીમાં ૧૨.૫૭ બિલિયન ડોલરની રકમ સાથે સંયુક્ત આરબ અમિરાત ટોચના ક્રમે છે જેમાંથી ૨૦૧૬ માં ભારતમાં ૧૦ લાખ ડોલર કે તેનાથી વધુ રકમ આવી હતી. બીજા ચાર રાષ્ટ્રોમાં સાઉદી અરેબિયા, કુવૈત કતાર, અને ઓમાનનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય કામદારો દ્વારા ભારતને મળેલી ૬૨.૭૪ બિલિયન ડોલરમાંથી ૫૫ બિલિયન ૧૦ રાષ્ટ્રોમાંથી આવ્યાં જેમાં પાંચ મુસ્લિમ રાષ્ટ્રો પણ સામેલ છે. પાંચ અન્ય રાષ્ટ્રોમાં અમેરિકા, બ્રિટન, નેપાળ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. વિશ્વભરમાં, ૨૦૧૬ માં વિદેશી કામદારોએ તેમના સગા-સંબંધીઓને ૫૭૪ બિલિયન ડોલરની સહાય મોકલાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks