૨૦૧૯માં ભાજપ ૨૧૫થી વધુ બેઠકો નહીં જીતે અરવિંદ કેજરીવાલ ‘ચૂંટણી વિશ્લેષક’ બન્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ચંૂટણી વિશ્લેષક બન્યા હતા અને દાવો કર્યો હતો કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને ૨૧૫થી વધુ બેઠકો નહીં મળે. ટિ્‌વટર પર તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા દિવસોમાં કેટલાક લોકોને મળ્યા હતા. તે બધા વચ્ચેથી એવા સંકેત મળે છે કે, ભાજપ ૨૧૫થી ઓછી બેઠકો મેળવશે. બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, યુવાઓ ભવિષ્યને લઇ ચિંતિત છે, મધ્યમવર્ગ ભાજપથી હતાશ છે. કેજરીવાલના સંકેતો ત્યારે આવ્યા જ્યારે એક અઠવાડિયા પહેલા અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભાજપ ૨૦૧૯માં ૨૦૧૪ કરતા વધુ બેઠકો મેળવશે. અમિત શાહે તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભાજપ દક્ષિણ ભારતીય અને ઉત્તરભારતીય રાજ્યોમાં કામ કરી રહ્યું છે. ઓરિસ્સાના સ્થાનિક ચૂંટણીઓમાં અમારૂ પ્રદર્શન સારૂ રહ્યું છે. પશ્ચિમ બંગાળના અમુક વોર્ડમાં અમારા તરફ મતોમાં વધારો થયો છે. અમારૂ પ્રદર્શન તેલંગાણા અને કેરળમાં પણ સારૂ રહ્યું છે. અમે ઉત્તરપૂર્વના દરેક રાજ્યમાં આગળ વધી રહ્યા છીએ. જોકે, શાહે ૨૦૧૯માં ભાજપ વિરૂદ્ધ વિપક્ષની એકતાની શક્યતાને નકારી નહોતી. તેમણે કહ્યું કે, જો અમારો વિસ્તાર વધતો હોય તો દરેક રાજ્યમાં અમારી કોઇની સાથે લડત જ નથી. ૨૦૧૪માં અમારી પાસે છ રાજ્યો હતા. જો ૨૦૧૯માં ૨૨ રાજ્ય સરકારો સાથે ઉતરીશું તો અમારે ૨૨ રાજ્યોમાં લડવું પડશે. તેમણે એમ પણ કહ્યંું કે, લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવું જોઇએ પરંતુ આ ભાજપની જવાબદારી નથી. બીજી તરફ સામાન્ય બજેટમાં મધ્યમવર્ગને નિરાશ કરાયો છે અને સેન્સેક્સે પણ ૮૦૦ પોઇન્ટથી વધારે સપાટી તોડી છે.લાંબા સમયથી ભાજપ સાથે રહેનારા શિવસેનાએ ગઠબંધન તોડીને કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના પરિણામ કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે અને ગ્રામીણ લોકો ભાજપથી દૂર થઇ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks