
અન્ય મુદ્દાઓ ઉપરાંત મહિલાઓની સુરક્ષા પર ઝુંબેશ ચલાવી રહેલ એસપી પણ આ આરક્ષિત જીઝ્ર સીટ પર ઉચ્ચ જાતિના નોંધપાત્ર વોટનો વિરોધ કરવાના ડરથી બળાત્કાર અને મૃત્યુ વિશે વાત કરી રહી નથી
(એજન્સી) તા.ર૮
હાથરસમાં ચાર ઉચ્ચ જાતિના પુરૂષો દ્વારા ૧૯ વર્ષની દલિત મહિલા પર કથિત રીતે ગેંગરેપ થયાના ત્રણ વર્ષથી વધુ સમય પછી તેના ગામના મતદારો જાતિના આધારે વહેંચાયેલા છે. પીડિતાના સંબંધિત ચાર પરિવારો તેમના ઉમેદવારની પસંદગી અંગે મૌન છે, ત્યારે તેના ગામના અન્ય લોકો જે, મોટાભાગે ઉચ્ચ જાતિના છે તેઓ એસસી માટે અનામત હાથરસ લોકસભા માટે ૭ મેના રોજ મતદાનના ત્રીજા તબક્કામાં ભાજપને મત આપવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો છે.
ગયા વર્ષે માર્ચમાં, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક વિશેષ અદાલતે મુખ્ય આરોપી સંદીપ સિંહને દોષિત ઠેરવ્યો હતો અને અન્ય ત્રણને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને ઉત્તર પ્રદેશ સરકારે ઝ્રમ્ૈં તપાસનો આદેશ આપ્યો હતો. હાથરસમાં, સ્થાનિક લોકો આ ઘટનાને “બિટીયાકાંડ” તરીકે ઓળખે છે અને લોકો કહે છે કે જે જિલ્લો અગાઉ તેના હીંગ, હોળીના રંગો અને ગુલાલના પાવડરના ઉત્પાદન માટે જાણીતો હતો, તે આ ઘટના પછી બદનામ થઈ ગયો હતો.
પરંતુ ચૂંટણી ચાલી રહી હોવાથી કોઈ ઉમેદવાર આ ઘટના અંગે ખુલ્લેઆમ બોલતા નથી. ભાજપે રાજ્યના મહેસૂલ મંત્રી અનૂપ પ્રધાન વાલ્મિકીને મેદાનમાં ઉતાર્યા છે, અન્ય ઉમેદવારોમાં સમાજવાદી પાર્ટી (SP) જસવીર વાલ્મિકી અને બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ) હેમ્બાબૂ ધનગરનો સમાવેશ થાય છે. હાથરસ લોકસભા બેઠકમાં દલિતો અને ઠાકુરોની સંખ્યા ૩ લાખ જેટલી છે, ત્યારબાદ ૨ લાખ બ્રાહ્મણો, ૨ લાખ વૈશ્ય અને ૮૦,૦૦૦ મુસ્લિમો છે. બિન-જાટવ દલિતોના સમર્થન સિવાય ઉચ્ચ જાતિના મતોનો અર્થ એ છે કે આ બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ છે. પાર્ટીએ ૧૯૯૧થી સતત હાથરસ બેઠક જીતી છે.
પીડિતાના પરિવાર તેઓ કયા પક્ષને સમર્થન આપે છે તે જાહેર કરતા નથી, તેમના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર “જય ભીમ”ના નારા સાથે બે વાદળી ધ્વજ છે, જે ૧૪ એપ્રિલના રોજ, દલિત આઇકન બી આર આંબેડકરની જન્મજયંતિ પર મૂકવામાં આવ્યા છે. પીડિત જાતિનું જૂથ સામાન્ય રીતે ભાજપનું સમર્થન કરે છે.
પીડિતાના ભાઈ કહે છે કે, તે સમયે ઘણા નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે મળવા આવ્યા હતા. પણ હવે મારા પરિવાર વિશે કોઈ પૂછતું નથી. અમને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ૨૫ લાખ રૂપિયાનું વળતર મળ્યું જેનો ઉપયોગ અમે રોજિંદા ખર્ચા અને વકીલોની ફી ભરવા માટે કરીએ છીએ. ઘર અને સરકારી નોકરીની અન્ય ખાતરીઓ હજુ સુધી મળી નથી. નિર્દોષ છૂટકારાને પડકારતી તેમની અપીલની આગામી સુનાવણી મે મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટમાં થશે.
ગામના અન્ય ત્રણ દલિત પરિવારો પીડિતાના સગાં છે. બાકીના ગામમાં ઉચ્ચ જાતિના ઠાકુર અને બ્રાહ્મણો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) પ્રજાપતિઓનો સમાવેશ થાય છે. ઠાકુરો આ ગામમાં પ્રભુત્વ ધરાવતા સમુદાય છે, તેઓ આરોપીઓની પડખે ઊભા છે. મુખ્ય આરોપી સંદીપના પિતા ગુડ્ડુ સિંહનું કહેવું છે કે તે બીજેપીનો મતદાર છે અને તેમના પુત્ર સામેના આરોપો ખોટા છે. અહીં ઉચ્ચ જાતિના લોકો ભાજપના સાંસદ રાજવીર દિલરથી નારાજ હતા કારણ કે તેઓ પીડિત પરિવારને મળ્યા હતા. તે એક સજ્જન હતો પરંતુ દલિત સમુદાયના દબાણ હેઠળ કેસમાં અન્ય ત્રણ લોકોના નામ સામેલ કર્યા. હું માનું છું કે આ કારણે જ ભાજપે તેમને ટિકિટ નકારી હતી.
ભાજપના જિલ્લા પ્રમુખ શરદમહેશ્વરી કહે છે કે ગેંગરેપનો મામલો આ ચૂંટણીનો મુદ્દો નથી, અને હાથરસ ભાજપનો ગઢ છે, મોદી પરિબળ અને જાતિના આધારે પાર્ટી મત મેળવશે. અહીં હિંદુત્વ પણ એક મુદ્દો છે. ભાજપ સરકારે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છે, અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે અને હવે લોકો માને છે કે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ છે.
જસવીર વાલ્મીકી એસપીના ઉમેદવાર છે, તે તેમના પ્રચારમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવે છે પરંતુ ૨૦૨૦ કેસનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળે છે. તે બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણના ઘટતા ધોરણના મુદ્દાઓ પર ઝુંબેશ ચલાવી રહ્યા છે.
કોંગ્રેસના શહેર પ્રમુખ વિનોદ કુમાર કર્દમ, એક જાટવ દલિત છે અને તેઓ કહે છે કે ઉમેદવારો ઉચ્ચ જાતિના મતદારોને નારાજ ન કરવા માટે ગેંગરેપ વિશે બોલતા નથી. મ્જીઁ દલિત મતોનો મુખ્ય દાવેદાર છે, જેની સંખ્યા હાથરસમાં નોંધપાત્ર ૩ લાખ છે. હાથરસના નાગલાહરિકેશ ગામના ભૂતપૂર્વ ગ્રામ પ્રધાન અને રહેવાસી શશિ કપૂર કહે છે કે, બહેનજી (મ્જીઁ ચીફ માયાવતી) અને અન્ય પાર્ટીના નેતાઓ ભાજપની જેમ સક્રિય નથી. મ્જીઁ ની લોકપ્રિયતા ઘટી રહી છે પરંતુ તેમ છતાં હું મ્જીઁ ઉમેદવારને મત આપું છું. તે એકમાત્ર પક્ષ છે જે જાટવદલિતોનું ધ્યાન રાખે છે.