૨૪ કલાકમાં રેકોર્ડ ૬૮,૮૯૮ નવા પોઝિટિવ કેસ, ૯૮૩નાં મોત ઑગસ્ટમાં કોરોના વાયરસ વિકરાળ બન્યો : ૧૨ લાખથી વધુ કેસ નોંધાયા

 

(એજન્સી)નવી દિલ્હી,તા.૨૧
ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં જ ૬૮,૮૯૮ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૯૮૩ લોકોના મરણ નોંધાયા છે.આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરેલા આંકડા અનુસાર, આજના નવા ઉમેરાયેલા કેસો સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૯,૩૫,૬૭૩ પર પહોંચી ગઈ છે. જ્યારે ૫૫,૩૧૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
હાલ દેશમાં કોરોનાના ૬,૯૩,૩૫૭ એક્ટિવ કેસો છે. જો કે રાહતની વાત છે કે, કુલ કેસોમાંથી ૨૧,૮૬,૪૬૭ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ૨૦ દિવસમાં જ દેશમાં અંદાજે ૧૨ લાખથી વધુ નવા કેસો નોંધાયા છે. જે ગત મહિનાની સરખામણીમાં વધું છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ૧૪,૪૯૨ નવા કેસ સામે આવ્યા છે. જે કોઈ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
રાજ્ય સરકારો દ્વારા મળેલા આંકડાઓની વિગત અનુસાર ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૨૦ ઓગસ્ટ સુધી ૧૨,૦૭,૫૩૯ થઇ ગયા છે. મંત્રાલયનાં આંકડા પર નજર નાંખીએ તો આ પહેલાં જુલાઈ મહીનામાં ૧૧ લાખ કેસ આવ્યા હતાં એટલે કે ૧૧,૦૯,૪૪૪ કેસ હતાં. જ્યારે ઓગસ્ટમાં વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં સામે આવ્યાં છે. એમાં પણ હજી ૧૦ દિવસ બાકી છે.
અમેરિકામાં ૧૯ ઓગસ્ટ સુધી ૯,૯૪,૮૬૩ કેસ સામે આવ્યાં છે. જ્યારે બ્રાઝિલમાં ૭,૯૪,૧૧૫ કેસ સામે આવ્યાં છે. એટલે કે અમેરિકા બીજા નંબરે અને બ્રાઝીલ ત્રીજા નંબરે છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય એવાં આઠ રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસો સૌથી વધારે છે. જેમાં બંગાળ ૩૧૯૭, પંજાબ ૧૭૪૧, ગુજરાત ૧૧૭૫, મધ્યપ્રદેશ ૧૧૪૨, છત્તીસગઢ ૧૦૧૬, હરિયાણા ૯૯૬, પુડુચેરી ૫૫૪ અને મેઘાલય ૧૨૬ શામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks