૨૫ જુદી જુદી જગ્યા ઉપર પાર્કિંગની સુવિધા ઉભી કરાશે

અમદાવાદ,તા.૧૯
શહેરમાં પાર્કિંગની સમસ્યા નિવારવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના આશયથી અમ્યુકોના નવા બજેટમાં શહેરમાં એસ.જી. હાઇવે સહિત જુદી જુદી ૨૫ જગ્યાઓ પર પાર્કિંગની અસરકારક સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે. પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત એસજી હાઇવે પર કર્ણાવતી કલબથી હેબતપુર સુધીના પૂર્વ તરફના સર્વિસ રોડ પર મેઇન રોડને સમાંતર રૂ.૯.૪૩ કરોડના ખર્ચે મલ્ટી સ્ટોરીડ પાર્કિગની મોટી વ્યવસ્થા ઉભી કરાશે. જયાં અંદાજે ૧૬૦૦ જેટલા ટુ વ્હીલર અને ૯૨૦ જેટલા ફોર વ્હીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અમ્યુકોની આ ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી અંતર્ગત શહેરના એસજી હાઇવે સહિતના કેટલાક વિસ્તારોના પસંદ કરાયેલા સ્થળો ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્ક એરિયા તરીકે વિકસાવાશે. કોર્પોરેશન સત્તાવાળાઓ આ નવી નીતિ હેઠળ જાહેર રસ્તા પર પાર્ક થયેલા વ્હીકલનો ચાર્જ વસૂલ કરશે. તો, ઉપરોકત પાર્કિંગ સ્થળોએ પાર્ક કરવા માટેની પણ નિયત રકમ વસૂલશે. એસ.જી હાઇવે સહિત શહેરના જુદા જુદા ૨૫ સ્થળોને આશરે રૂ.૫.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે પે એન્ડ પાર્ક એરિયા તરીકે વિકસાવાશે અને ત્યાં પાર્કિંગની વિશાળ સુવિધા ઉપલબ્ધ બનાવાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks