૨.૩ અબજ ડોલરના ઇઝરાયેલી એલ્બિટ સિસ્ટમ્સ શસ્ત્રસોદામાં યુએઈ ગુપ્ત ખરીદનાર તરીકે જાહેર થયું

(એજન્સી) તા.૨૦
ફ્રેન્ચ સમાચાર એજન્સી ઇન્ટેલિજન્સ ઓનલાઈનએ આ અઠવાડિયાની શરૂઆતમાં ખુલાસો કર્યો કે સંયુક્ત અરબ અમીરાતે કુખ્યાત ઇઝરાયેલી શસ્ત્ર ઉત્પાદક એલ્બિટ સિસ્ટમ્સ સાથે ગુપ્ત રીતે ૨.૩ બિલિયન ડોલરનો શસ્ત્ર સોદો કર્યો છે. ગયા મહિને એલ્બિટ સિસ્ટમ્સ દ્વારા આ સોદાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ખરીદનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. બ્રિટન અને યુરોપમાં આવેલી એલ્બિટ, જેની સુવિધાઓ વારંવાર પેલેસ્ટીની સમર્થક વિરોધીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે, તે ઇઝરાયેલના કેટલાક સૌથી અદ્યતન લશ્કરી સાધનોનું ઉત્પાદન કરે છે, જેમાં માનવરહિત સિસ્ટમ્સ અને એરબોર્ન સેન્સરનો સમાવેશ થાય છે. ઇન્ટેલિજન્સ ઓનલાઈન અનુસાર, યુએઈએ એલ્બિટની જે-મ્યુઝિક એરક્રાફ્ટ પ્રોટેક્શન સિસ્ટમ્સનું અદ્યતન સંસ્કરણ ખરીદ્યું છે. આ સિસ્ટમ્સ એરક્રાફ્ટ પર છોડવામાં આવતી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોના સેન્સર્સને નિષ્ક્રિય કરવા માટે અદ્યતન લેસર ટેક્‌નોલોજી પર આધાર રાખે છે. ઇઝરાયેલી સરકાર દ્વારા મંજૂર કરાયેલ સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ તેનું ઉત્પાદન યુએઈમાં કરવામાં આવશે. આ કરાર આઠ વર્ષમાં અમલમાં આવશે અને તેને ઇઝરાયેલના ઇતિહાસમાં બીજો સૌથી મોટો શસ્ત્ર સોદો માનવામાં આવે છે. સંરક્ષણ ટેક્‌નોલોજીની સંવેદનશીલતાને કારણે કરારની ઘણી વિગતો હજુ પણ ગુપ્ત રાખવામાં આવી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને ઓક્સફેમ બંનેએ આ કરારની ટીકા કરી છે, અને જણાવ્યું છે કે તે નાગરિકોને નુકસાન પહોંચાડી શકે છે અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે. યુએઈ પર સુદાનમાં રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) જેવા ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘન કરનારા લશ્કરી સમુહને ટેકો આપવાનો આરોપ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts