૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષની માસૂમ બાળકી હોસ્પિટલમાંથી
ઘરે જવા માંગે છે અને પોતાના ફ્રેન્ડને મળવા માંગે છે • ચાર વર્ષની ઝુહરા
કહે છે કે પોલીસ અંકલે મારા પર ફટાકડા ફોડ્યા છે

(એજન્સી) શ્રીનગર, તા.૨૪
અત્રે એસએમએચએસ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ ચાર વર્ષની બાળકી ઝુહરા મજીદ એવો આગ્રહ રાખી રહી છે કે તે તેની બહેનપણીને મળવા માંગે છે. તે પોતાની બહેનપણીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વાઇરલ બનેલ વીડિયો બતાવવા માંગે છે. ઝુહરા કહે છે કે મારે ઘરે જવું છે. મારે મારી ફ્રેન્ડને મળવું છે. ચાર વર્ષની ઝુહરાને પોલીસ દ્વારા છોડવામાં આવેલી પેલેટ્‌સ ગોળીથી ઇજા થઇ છે.
જ્યારે તેને કોઇ પૂછે છે કે તેને કંઇ રીતે ઇજા થઇ તો તે કહે છે કે પોલીસ અંકલે ફટાકડા ફોડ્યા હતા.નર્સરીમાં ભણતી ઝુહરાને પેટ, છાતી, બંને પગ અને કપાળમાં પેલેટ ગોળીથી ઇજા થઇ છે જે હોસ્પિટલના વોર્ડ નં.૧૬-એમાં સારવાર લઇ રહી છે. તેની સાથે સુરક્ષા દળો દ્વારા છોડવામાં આવેલી પેલેટ ગોળીઓની ઇજાનો ભોગ બનેલા ૨૦૦થી વધુ સારવાર લઇ રહ્યા છે. ઝુહરા સહિત બીજા ઘણા બાળકો અને કિશોરો હોસ્પિટલમાં પેલેટ ગોળીથી થયેલી ઇજા માટે સારવાર લઇ રહ્યા છે.
તમાના આશિક
તુલમુલા ગંદેરબાલની ૧૦ વર્ષની તમાના આસિકને ડાબી આંખમાં પેલેટ્‌સથી ઇજા પહોંચી હતી. તમાના કહે છે કે મને ડાબી આંખે કશું દેખાતું નથી. એક વરિષ્ઠ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તમાના રેટિના ડિટેચમેન્ટની ભોગ બની છે અને હવે તેને દૃષ્ટિ પાછી આવવાની બહુ ઓછી શક્યતા છે.
ઉમેર નાઝીદ
રાજપોરા પુલવામાના ૧૨ વર્ષના મેર નાઝીરને આંતરડામાં ઘૂસી ગયેલી પેલેટ ગોળીને બહાર કાઢવા માટે રવિવારે તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. ઉમેરને આંતરડા ઉપરાંત બંને આંખોમાં પેલેટ ગોળીથી અનેક ઇજાઓ પહોચી છે. તેનો ચહેરો સૂઝી ગયો છે અને તેના ચહેરા તેમજ ખોપરીમાં ડઝન જેટલી પેલેટ્‌સ ગોળીઓ ઘૂસી ગઇ છે. તેની જમણી આંખમાં હવે કોઇ સુધારો થઇ શકે તેમ નથી અને ડાબી આંખમાં પણ ધીમે ધીમે દૃષ્ટિ ઓછી થઇ રહી છે કારણ કે ઓપ્ટિક નર્વમાં ઇજા પહોંચી છે
જુનેદ અહેમદ
૧૧ વર્ષના જુનેદ અહેમદને પેટની નીચેના ભાગમાં બસ્તી પ્રદેશમાં ગોળીથી ઇજા પહોંચી છે જેના કારણે તેની જનેન્દ્રીયને પણ અસાધ્ય ઇજા પહોંચી છે. જુનેદ જ્યારે રસ્તાની બાજુએ ઊભો હતો ત્યારે તેને ગોળીથી ઇજા પહોંચી હતી.
ઉમર ખાલિદ
કુલગામનો ૧૧ વર્ષના ઉમેદ ખાલિદને પણ બંને આંખમાં પેલેટ ગોળીથી ઇજા પહોચી છે. તેની બંને આંખો લાલ થઇ ગઇ છે અને બને આંખમાંથી સતત પાણી નીકળે છે. ઉમર ખાલિદ સાથે અન્ય ૧૧૦ નાગરિકોને પણ એક કે બંને આંખમાં પેલેટ ગોળીથી ઇજા પહોંચી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks