(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
સુરત જિલ્લાના સાયણ ગામમાં જમીન વેચવાના બહાને પાર્થ ડેવલોપર્સના માલિક સહિત કેટલાક ઇસમોએ ભેગા મળી સરથાણાના યુવાનને વાતોમાં ભેાળવી તેની પાસેથી ૧.૮૬ કરોડ રૂપિયા પડાવી લીધા હતા.બાદમાં રકમના બદલામાં જમીન આપવાના બદલે તમામે છેલ્લે હાથ લઇ ઠગાઇ અને વિશ્વાસઘાત કર્યો હતો.
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી વીટીનગર સોસાયટીમાં રહેતા સંજયભાઇ ધનજીભાઇ કોલડીયાએ કેમલેશભાઇ મેઘજીભાઇ ગોધાણી, હસંખભાઇ ઉર્ફે હર્ષદભાઇ લક્ષ્મણભાઇ બેડ, શીવલાલભાઇ ધનજીભાઇ બોરસીયા અને હરેશભાઇ જીવરાજભાઇ ડોડા સામે ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તમામે એકસંપ થઇ સાયણ બ્લેક નં. ૨૧૮ ખાતે ની જગ્યા હસમુખભાઇ ઉર્ફે હર્ષદ તથા પાર્થ ડેવલોપર્સના કમલેશભાઇ તથા શીવલાલભાઇ ગોરસીયા તથા હરેશભાઇ ડોડા એ વેચવાની વાત કરી હતી. જમીન વેચવાના બહાને વાનાં પેટે એકસંપ થઇ સંજયભાઇ પાસેથી કુલ ૧.૮૬ કરોડ રૂપિયા લઇ લીધા હતા. જો કે, બાદમાં જમીન પણ ન આપી અને પૈસા પણ પરત મ આપી હાથ ઉંચા કરી દીધા હતા. જેથી આખરે સંજયભાઇએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ તો ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.