(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧
લીંબડી-બગોદરા હાઈવે ઉપર રોજબરોજ અકસ્માતની ઘટના બનતી રહે છે. આજે સવારના ૮ વાગ્યાના અરસામાં લીંબડી-બગોદરા હાઈવે ઉપર ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રકનો આગળનો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે.
આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ એકનું મોત નીપજેલ છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થવાના કારણે તેમને તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
લીંબડી-બગોદરા હાઈવે ઉપર અકસ્માત સર્જાવાના કારણે હાઈવે ઉપર વાહનોની કતારો લાગેલ હતી. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને આઘા પાછા કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો છે.
આ બનાવમાં હાલ પ્રાથમિક માહિતી અનુસાર લીંબડી-બગોદરા વચ્ચે જનશાળી ગામના પાટિયા પાસે ડમ્પરના ચાલક સામે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી એકનું મોત નીપજાવ્યું છે. જ્યારે ત્રણને ઈજાઓ પહોંચાડતા જેઓને સારવાર અર્થે લીંબડી ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ રહી છે.