આઈપીએલ : એક મેચ માટે જ ૫૫ કરોડ રૂપિયા ચુકવાશે

નવી દિલ્હી,તા. ૪
આઈપીએલની મેચોનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજ કારણ છે કે, ઘણા ટોપના ખેલાડીઓ નિર્ધારિત સમય કરતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે અને આઈપીએલમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. આઈપીએલના મિડિયા અધિકારો ઇન્ડિયન ટીમની ઘરઆંગણેની મેચો કરતા વધારે કિંમતમાં અપાયા છે. સ્ટાર ઇન્ડિયા આઈપીએલ ગેમ માટે ૫૫ કરોડ રૂપિયા ચુકવનાર છે. એટલે કે સ્ટાર ઇન્ડિયા આઈપીએલની એક મેચ માટે ૫૫ કરોડ રૂપિયા ચુકવશે જે એક આંતરરાષ્ટ્રીય મેચ માટે હાલમાં ચુકવવામાં આવતી રકમ કરતા ૧૨ કરોડ રૂપિયા વધારે છે. ૪૩ કરોડ રૂપિયા હાલમાં એક આંતરરાષ્ટ્રીય મેચ માટે ચુકવવામાં આવે છે. સ્ટાર ઇન્ડિયાએ આજે ૧૬૩૪૭.૫ કરોડમાં આગામી પાંચ વર્ષ માટે ગ્લોબલ બ્રોડકાસ્ટ અને ડિજિટલ રાઇટ્‌સ જીતી લીધા હતા. આની સાથે જ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે અભૂતપૂર્વ રકમ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડની માલિકીની આઈપીએલ પ્રોપર્ટી છે. આઈપીએલ પ્રોપર્ટીને લઇને વિતેલા વર્ષોમાં વહીવટી કટોકટી ઉભી થઇ ચુકી છે. આઈપીએલની એક મેચ માટે પ્રતિ ગેમ નંબર્સને જોવામાં આવે તો ૫૫ કરોડ રૂપિયાની આસપાસ બેસે છે જ્યારે પ્રતિ વર્ષે ૩૨૭૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવે છે. ૨૦૧૨માં સ્ટારે ૩૮૫૧ કરોડ રૂપિયામાં ૨૦૧૨-૨૦૧૮ વચ્ચે ભારતની મેચોના પ્રસારણ અને ડિજિટલ અધિકારો મેળવ્યા હતા. આનો મતલબ એ થયો કે, ભારતની કોઇ એક આંતરરાષ્ટ્રીય મેચ માટે ૪૩ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. બીસીસીઆઈ, ઇસીબી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સહિત ત્રણ ક્રિકેટ બોર્ડના વાર્ષિક મિડિયા અધિકારો આઈપીએલની કમાન્ડ કરતા ઓછા આંકડામાં રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks