(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
મોદી સરકારની નોટબંધીને એક મોટી ઘટના તરીકે જોવામાં આવી હતી પરંતુ સરવાળે નકામી સાબિત થઈ હોવાનું સ્પષ્ટ ફલિત થયું છે. નોટબંધીને કારણે કેટલીક હકારાત્મક તો કેટલો નકારાત્મક અસર પડી છે પરંતુ સરવાળે તેનાથી કંઈ ખાસ પરિણામ મળ્યું નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ બુધવારે એવું જાહેર કર્યું છે કે ૮ નવેમ્બર ૨૦૧૬ સુધી ચલણમાં રહેલી ૬૭૦૦ મિલિયન જુની નોટોમાંથી રૂ.૧૦૦૦ ની ૮૯ મિલિયન નોટો પરત આવી નથી. આરબીઆઈએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે નોટબંધીને પગલે જુની ૧૦૦૦ ની ફક્ત ૧.૩ ટકા જ નોટો બેન્કીંગ સિસ્ટમમાં પરત આવી છે. આરબીઆઈએ ઉમેર્યું કે નોટોબંધી બાદ ના બે મહિનાની વચ્ચે આરબીઆઈ દ્વારા કુલ ૫.૫૪ લાખ કરોડની નોટોમાંથી ૨,૩૮૦ કરોડની નોટો બેન્કીંગ સિસ્ટમમા મૂકવામાં આવી છે. ૨૦૧૬-૧૭ માં જીડીપીનો વિકાસ દર મંદ પડ્યો છે તે ઉપરાંત સરકારના દાવા અનુસાર તો ઈલેક્ટ્રોનીક લેવડદેવડમાં વધારો થયો છે. નોટબંધીને એક મોટી ઘટના તરીકે જોવામાં આવી હતી પરંતુ સરવાળે નકામી સાબિત થઈ તેના અનેક દાખલા મોજૂદ છે. પરંતુ નોટબંધીને કારણે કેટલાક મહત્વના સવાલો ખડાં થયાં છે કે શું નાણાકીય સિસ્ટમમા રોકડનો પ્રવાહ ઓછો થયો છે કે તેનાથી કાળા નાણા પર લગામ આવી છે ખરી જેવા અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે.