કોડીનાર,તા.ર૭
ગઈકાલે મોડીરાત્રીના કોડીનાર નજીક કરેડા ગામનાં પાટિયા પાસેથી રૂા.૯૮ લાખની જુની ચલણી નોટો સાથે એક શખ્સને પકડી પાડ્યાની ઘટનામાં આઈ.જી. ડો.રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફેરન્સ કરી મીડિયાને વિગત આપી હતી. સમગ્ર સીરકમાં અત્યંત ટોક ઓફ ધ ટાઉન બનેલા આ બનાવની આઈ.જી. પાંડિયને આપેલી વિગતો મુજબ રાત્રીના ૧૧ કલાકે કોડીનાર પી.આઈ.ચાવડા, પી.એસ.આઈ. અધેરા, એસ.ઓ.જી.ના પી.આઈ. ધોળા સ્ટાફ સાથે દારૂની હેરાફેરી કરવામાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ઉના તરફથી જીજે ૧૧ એએફ ૯૩૧૮ નંબરની બાઈકનો ચાલક પ્લાસ્ટિકનો કોથળો રાખી વેરાવળ તરફ જતો હોય અને તેમાં દારૂ હોવાની શંકાના આધારે પોલીસે કોથળો ખોલાવતા તેમાં દારૂ હોવાની શંકાના આધારે પોલીસે કોથળો ખોલાવતા તેમાં કેસર કેરીના ર બોક્ષ જોવા મળતા બોક્ષ ખોલાવતાં તેમાંથી જુની રદ થયેલી ચલણી નોટો જેમાં રૂા.પ૦૦ ના રદની ૯૯૧૩ અને રૂા.૧૦૦૦ના દરની ૪૮૯૦ ચલણી નોટો કુલ રૂા.૯૮,૪૬,પ૦૦ની મળી આવતા પોલીસે બાઈક ચાલક જાદવ ભીખા સેસા આહીરની સીઆરપીસી ૧૦ર મુજબ ગુનો નોંધી અટક કરી સઘન પુછપરછ કરતા ઉનાથી વેરાવળ અને ત્યાંથી સુરત પહોંચાડવાની હોવાનું જણાવી આ જુની નોટો વટાવવા અગાઉ પણ બે દિવસ વેરાવળ રોકાયા હતા પરંતુ મેળ ન પડતાં પરત ફર્યા હોવાનું આ બાઈક ચાલક જાદવ ભીખા સેસા કનકસિંહ નામ શખ્સ સાથે વ્યાજપુર તા.ઉના સાથે રૂા.૯૮ લાખની જુની નોટો લઈને નિકળ્યા હતા. જેમાં ગીરગઢડાથી ઉના વચ્ચે બાઈકને અકસ્માત નડતા કનકસિંહને ઈજા પહોંચતા ૧૦૮માં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા જાદવ ભીખા જીજે ૧૧ એએફ ૯૩૧૮ ન બાઈક લઈ જુની નોટો વેરાવળ પહોંચાડવા નિકળ્યો હોય પરંતુ તેને પણ પોલીસ ભટકાઈ જતાં વેરાવળને બદલે પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયો હોવાનું આઈ.જી.પાંડિયને જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પોલીસને દારૂની શંકાના આધારે જુની નોટો મળી હોય પોલીસને બગાસું ખાતા પતાસુ મળ્યું હોવાનું ઘાટ સર્જાયો છે. ત્યારે આ પ્રકરણમાં હજુ અનેક સવાલો તપાસનો વિષય બન્યા છે. જેમ કે પોલીસે જાદવ સેસાને પકડયો હોવાનું અને કેરીના બે બોક્ષ સાથે છેક વેરાવળ સુધી પહોંચે તે મુશ્કેલ કામ છે. ત્યારે જાદવ સાથે બાઈકમાં બીજો શખ્સ હોવો જ જોઈએ અને તે કોણ તે તપાસનો વિષય છે.ત્યારે કોડીનારથી પકડાયેલી જુની નોટોના કેન્દ્ર બિંદુમાં વેરાવળ અને સુરત રહ્યા હોવાનું જણાઈ છે. ત્યારે જાદવ સેસા ઉનાથી કેટલા રૂા. લઈને નિકળ્યો હતો. વેરાવળ કોને પહોંચાડવાના હતા ? અને વેરાવળથી સુરત કોને પહોંચાડવાના હતા ? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.