ખાસ પ્રકારના દારૂનું વેચાણ વધારવા આર્મી કેન્ટીનના અધિકારીઓને ૧૦ કરોડની લાંચ અપાઈ

(એજન્સી) ન્યૂયોર્ક, તા.૪
અમેરિકાની સુરક્ષા અને પ્રત્યર્પણ કમિશનના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ બીમ ઈન્ડિયાએ સેનાના કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટ વિભાગના અધિકારીઓને ૧૦ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આ નાણાં સેનાની કેન્ટીનમાં બીમ ઈન્ડિયાના લોકપ્રિય વિસ્કી ઉત્પાદકોના વેચાણને વધારવા અપાઈ હતી. અમેરિકી કમિશને કંપની પર ભારતમાં અનિયમિતતાથી કારોબાર કરવા માટે પપ કરોડનો દંડ કર્યો છે.
બીમ કંપની શરાબના મશહુર બ્રાંડ ટીચર્સ અને જીમ બીમનું નિર્માણ કરે છે. કંપની પર આરોપ છે કે તેણે ભારતીય કંપની દ્વારા ર૦૦૬થી ર૦૧રમાં છ બજારોના વિભિન્ન ભારતીય અધિકારીઓને લાંચ આપી. જેમાં રાજધાની પણ સામેલ છે, યુએસ કમિશને ખુલાસો કર્યો છે કે અનૈતિક પેમેન્ટ કાગળોમાં અન્ય ખર્ચા જેવા કે ગ્રાહક સમર્થન વ્યાપારનો ઈતર પ્રચાર અને કમિશનના નામે છૂપાવવાની કોશિશ કરાઈ. જો કે રિપોર્ટમાં કોઈ ભારતીય અધિકારીના નામનો ઉલ્લેખ નથી. જેણે પૈસા લીધા છે પરંતુ યુએસના રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે સીએસડીના મોટા અધિકારીઓએ આ કેસમાં પૈસા લીધા છે. રિપોર્ટ કહે છે કે બીમ ઈન્ડિયાએ સીએસડીના અધિકારીઓને લગભગ ૧પ લાખ ડોલરની લાંચ આપી. પાટનગરમાં સરકારી રીટેલ સ્ટોરના અધિકારીઓને પ.પ૦ લાખ ડોલરની લાંચ અપાઈ. કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટની સ્થાપના ૧૯૪૮માં કરાઈ હતી. તેનો ઉદ્દેશ સશસ્ત્ર સેનાના જવાનો અને પરિજનોને સસ્તા દરે સામાન ઉપલબ્ધ કરાવવાનો હેતુ હતો. આ સામાન પર દર વર્ષે લગભગ ૧૭,પ૦૦ કરોડનો ખર્ચ કરાય છે. જેમાં સેવામાં કાર્યરત અને નિવૃત્ત બંને કર્મચારીઓ આવે છે. આલ્કોહોલને સબસિડીથી અપાય છે. જે આલ્કોહોલ ખુલ્લા બજારમાં પણ વેચાય છે. વિભાગ પર લગાતાર ભ્રષ્ટાચારના આરોપો લાગે છે. કેટલીક તપાસો હજુ ચાલુ છે. અમેરિકી તપાસ રિપોર્ટ મુજબ કંપનીએ તામિલનાડુ, નિકોબાર અને ઓડિસા, કર્ણાટકમાં અનિયમિત ગતિવિધિઓ કરી છે. આ અનૈતિક પેમેન્ટ ભારતીય અધિકારીઓને કરાયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૧ર.૩૪ લાખ રૂપિયાની લાંચ ભારતીય ઉત્પાદન વિભાગના અધિકારીઓને પણ અપાઈ છે. આ રકમ ર૦૧૧ના વર્ષમાં રખાઈ હતી. એ પણ ખુલાસો થયો છે કે સાલ ર૦૧રમાં કંપનીને ભારતના એકસેલ્સ જોનમાં પોતાના લેબલની રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધારવા માટે ૧૭ લાખ રૂપિયાની લાંચ આપી. આ લાંચ કંપનીના ડીસ્ટ્રીબ્યુટર સ્તર પર અધિકારીઓને અપાઈ. પરંતુ આ લાંચ કયા ભારતીય અધિકારીએ લીધી તે હજુ સાફ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks