જૂનાગઢ, તા.૧૪
રાષ્ટ્રકક્ષાની માસ્ટર ગેમ્સ સ્પર્ધા, દહેરાદૂનમાં યોજાઈ હતી. જેમાં એથ્લેટીકસમાં જૂનાગઢે ૪ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ, ૩ બ્રોન્ઝ મેડલ મળી કુલ- ૧૦ મેડલ મેળવ્યા છે. આ સ્પર્ધામાં છેલ્લા ઘણાં વર્ષોથી રાષ્ટ્રકક્ષાએ જૂનાગઢનું નામ ઝળકે છે.
તાજેતરમાં રાષ્ટ્રકક્ષાની માસ્ટર ગેમ્સ સ્પર્ધા, દહેરાદૂનમાં યોજાયેલ હતી. જેમાં સમગ્ર ભારતના ખેલાડી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં એથ્લેટીકસ તમામ પ્રકારની દોડ, લાંબીકૂદ, ઉંચીકૂદ, લંગડી ફાળકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, ઝડપી ચાલ વગેરે રમતોમાં ભારતના રાજ્યોમાંથી ભાગ લેનાર માસ્ટર્સ (૩૦ વર્ષથી ૧૦૦ વર્ષના ખેલાડીઓ)એ સારો દેખાવ કર્યો હતો. જેમાં ગુજરાત ખેલાડીઓ દોડ, ફેંક, કૂદ, ઝડપી ચાલમાં સુંદર પ્રદર્શન કરીને જૂનાગઢના ખેલાડીઓએ ૧૦ મેડલ મેળવીને ઉત્તમ સિદ્ધિ મેળવેલ છે. વિજેતા ખેલાડીઓમાં સર્વશ્રી માવસિંહ બારડ (૮૩ વર્ષ) ૧પ૦૦ મી. દોડ, ગોલ્ડ મેડલ, બરછીફેંકમાં સિલ્વર, મેડલ, હિરાલક્ષ્મીબેન વાસન, (૭૮ વર્ષ) પાંચ કિ.મી. દોડ અને ઝડપી ચાલમાં ગોલ્ડમેડલ ૧પ૦૦મી દોડ, સિલ્વર મેડલ, આશાબેન ગાંધી, (પ૮ વર્ષ) પાંચ કિ.મી. ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ, ૧પ૦૦ મી. દોડ, સિલ્વર મેડલ, બરછીફેંકમાં બ્રોન્ઝ મેડલ, રાજેશ એમ.ગાંધી (પ૯ વર્ષ) ૧૦૦ મી. અને ૪૦૦ મી. વિઘન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ ખેલાડીઓએ રાષ્ટ્રકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ છે તે બદલ મંડળનાના પ્રમુખ ઈકબાલભાઈ મારફતીયા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી વિશાલદિહોરા, સમન્વય પ્રમુખ, સંજયભાઈ કોરડીયા વિજેતા ખેલાડીઓને તથા ગુજરાતના ટીમ મેનેજર અને મંડળન જનરલ સેક્રેટરી હારૂન વિહળ, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ રાઠોડ, સફી દલાલ વગેરે એ તમામને બિરદાવ્યા હતા.