૧૦થી ર૦ રૂા. કિલો મળતાં ટામેટાં, કોથમીર, મરચાંના ભાવ રૂા.૧૦૦થી ર૦૦ સુધી પહોંચ્યા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
રાજ્યભરમાં ચોમાસાના આગમનથી એક તરફ ખુશહાલી છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવો આકાશને આંબી જતાં ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. કેટલાક લોકો ભાવવધારા માટે જીએસટીના કારણે ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થયાનું કારણ દર્શાવે છે. આમ એક સપ્તાહ પહેલા જે શાકભાજી ૧૦થી ર૦ રૂપિયે કિલો હતી તે હાલ ૧૦૦થી ર૦૦ રૂપિયે કિલો મળી રહી છે. રાજ્યભરમાં શાકભાજીના પાકના પ્રમાણમાં ઘટાડો થતાં તેમજ જીએસટીના છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવમાં ૮થી ૧૦ જેટલો વધારો થઈ જતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ટામેટાં, વટાણા, ભીંડા, કોથમીર, મરચાં, ગવાર સહિતની શાકભાજી જે ૧૦ દિવસ અગાઉ માત્ર ૧૦થી ૩૦ રૂપિયા સુધી કિલોના ભાવે મળતી હતી તે હાલની સ્થિતિએ ૧૦૦થી ર૦૦ની કિંમતે પહોંચી ગઈ છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બીજી તરફ શાકભાજીના ભાવોમાં હજુ વધુ ઉછાળો આવે તેવી દહેશત સેવાઈ રહી છે. શાક માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ ઓછું ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતાં તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં શાકભાજીના ભાવોમાં અચાનક ૪થી પ ગણો વધારો થયો છે. જો કે આ બાબત રોજરોજનું પેટીયું રળતા ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ગળે ઉતરતી નથી. જો કે આમ અચાનક થતાં ભાવવધારાએ અનેક ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks