(એજન્સી)
મેક્સિકો સિટી, તા.૧
મેક્સિકોના દુરાંગો રાજ્યમાં મંગળવારે એરોમેક્સિકોનું વિમાન તૂટી પડયું હતું. વિમાનમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા પરંતુ ચમત્કારી રીતે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જો કે ૮પ લોકો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. દુરાંગોના ગવર્નર રોસાર માઈસપુરો ટોરેસે આપેલ જાણકારી મુજબ મંગળવારે ટેકઓફ થવાની કેટલીક ક્ષણો બાદ જ વિમાન તૂટી પડયું હતું. પ્રાથમિક અહેવાલમાં ઘટનાનું કારણ વિપરીત હવામાન જણાવવામાં આવ્યું છે. આ વિમાનમાં ૯૭ મુસાફરો અને ચાર ક્રૂના સભ્યો હતા. વિમાને ટેકઓફ કર્યા બાદ એરપોર્ટથી ૧૦ કિ.મી. દૂર આપાતકાલિન ઉતરાણ કર્યું હતું.
Facebook
0
Twitter
0