(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
રાજ્યમાં ઈમરજન્સી સેવા પૂરી પાડતી ૧૦૮ના કર્મચારીઓ દ્વારા રાજ્યના ત્રણ જિલ્લા મહેસાણા, સુરત, નવસારીમાં ઓચિંતી હડતાળ પાડી સેવાઓ ઠપ કરી દેવામાં આવતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન સરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવાને આવશ્યક સેવા ધારા (એસ્મા) હેઠળ આવરી લેવામાં આવેલ હોઈ હડતાળમાં જોડાયેલા કર્મચારીઓ સામે એસ્મા લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે અને તે સાથે ૧૦૮ના તથા અન્ય કર્મચારીઓ વગેરેને જોડી ત્રણ જિલ્લામાં ૧૦૮ સેવા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પોતાની પગાર સહિતના લાભો અંગેની માગણીઓને લઈને રાજ્યના મહેસાણા, નવસારી અને સુરતમાં ૧૦૮ના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડી દેવામાં આવી હતી ત્યારે સરકાર તરફથી જણાવ્યા અનુસાર ૧૦૮ ઇમરજન્સી સેવા એ ર૪ ટ ૭ નિઃશુલ્ક આપાતકાલીન સેવા છે. આ સેવા ગુજરાત સરકાર દ્વારા જી.વી.કે.ઇ.એમ.આર.આઇ.મારફતે સમગ્ર રાજ્યમાં પુરી પાડવામાં આવે છે. તાજેતરમાં મહેસાણા, સુરત તથા નવસારી જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવામાં કામ કરતાં તમામ કર્મચારીઓને નિતી-નિયમ મુજબના તમામ લાભો સમયસર આપવામાં આવ્યા હોવા છતાં આ જિલ્લાના અમુક કર્મચારીઓ કે જેમની સામે અગાઉથી ગેરશિસ્ત બદલ પગલાં લીધેલાં છે, તેઓ દ્વારા અન્ય નિર્દોષ કર્મચારીઓને ઉશ્કેરી હડતાલ પાડેલી છે. ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવાને ઈજીસ્છ એક્ટ હેઠળ આવરી લેવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા ૧૦૮ની ઇમરજન્સી સેવાને ખોરવવામાં આવી છે. આ તાકીદના સંજોગોમાં જી.વી.કે. ઇ.એમ.આર.આઇ તથા ગુજરાત સરકાર દ્વારા સ્થિતિની સમીક્ષા કરી સંસ્થાના અન્ય કર્મચારીઓ તથા સરકારના અન્ય વિભાગના કર્મચારીઓનો ઉપયોગ કરીને પણ ૧૦૮ સેવા પૂર્વવત પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. હડતાલ ઉપરના અન્ય કર્મચારીઓને પણ તાત્કાલીક સેવામાં જોડાઇ જવા માટે સમજાવાઇ રહ્યા છે. મહેસાણા,સુરત અને નવસારી જિલ્લાઓના કલેક્ટરો દ્વારા આ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે અને લોકોની અતિઆવશ્યક સેવાઓ ખોરવી નાખવા બદલ ઇસેન્શીયલ સર્વિસીસ મેડીકલ એક્ટ હેઠળ પણ પગલાં ભરવામાં આવ્યા હોવાનું પણ અધિક નિયામક એ અંતમાં જણાવ્યુ છે.