તુર્કીમાં ટ્રેન પાટા પરથી ખડી પડતાં ૧૦નાં મોત, ૭૩ ઘાયલ

તુર્કી, તા. ૯
ઉત્તર પૂર્વીય તુર્કીમાં રવિવારે સપ્તાહના, મુસાફરો લઈ જતી ટ્રેન પાટા પરથી ખડી પડતાં ૧૦નાં મોત નિપજ્યાં હતાં. જ્યારે ૭૩ ઘાયલ થયા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ગ્રીક અને બલ્ગેરિયન સરહદના અડિના પ્રાંતમાંથી ટેકરીદગ પ્રાંતમાં ૩૬૦ મુસાફરોથી ભરેલ ટ્રેનના ઈસ્તાંબુલના હલ્કાલી સ્ટેશન પર છ ડબ્બા ખડી પડ્યા હતા. રાજ્ય સંચાલિત ટીઆરટી હેબરે આરોગ્ય મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે, ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરો પરિસ્થિતિની માહિતી મેળવવા મૂકવામાં આવ્યા હતા. ટેલિવિઝનમાં જોવા મળ્યું કે, બચાવ ટુકડીમાં કાર્યકરો દ્વારા કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સ્ટ્રેચરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ટેકરીદગમાં રાજ્યપાલ મેહમેટ સિલેને જણાવ્યું કે, મોટી સંખ્યામાં લોકો ઘવાયા છે અને મોટી જાનહાનિ થઈ છે. તેમણે જણાવ્યું કે પ્રતિકૂળ હવામાનને કારણે અકસ્માત થયો હતો. અહેવાલ મુજબ ટેકરીદગના કોરલુ જિલ્લાના સારલિઆર ગામની બહાર ટ્રેનના પાટા પરથી ઉતરી પડી હતી. રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાનને આ અકસ્માતની માહિતી આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks