(એજન્સી) વારંગલ, તા.૪
તેલંગાણાના કાશીબુગા વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બુધવારે બપોરે ભયાનક આગ ફાટી નીકળતાં ૧૦ લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. કાશીબુગા વિસ્તારની ભદ્રકાળી ફેક્ટરીમાં આ દુર્ઘટનામાં મરનાર ફેક્ટરીના ૧૦ કર્મચારીઓ છે. આગ લાગ્યા બાદ તરત જ ધડાકા સાથે ઈમારત ધરાશાયી થઈ હતી. મૃતકોના શબ દૂર ફંગોળાઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવી હતી. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલા કર્મચારી હતા તેની સંખ્યા જાણવા મળી નથી. સ્થાનિક લોકોના મતે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં રપ લોકો કામ કરતા હતા. ઘાયલોમાં ૩ની સ્થિતિ ગંભીર છે. ઘણા લોકો દાઝી ગયા છે. ફેક્ટરીની આસપાસના ઘરોની દીવાલોમાં તિરાડો પડી છે.
Facebook
0
Twitter
0