ભાવનગરમાં ઓફિસમાં ઘૂસી યુવાન પર હુમલો કરી ૧ર લાખની માગણી કરી

ભાવનગર, તા.૧૩
શહેરના ભરતનગર વિસ્તારમાં શખ્સે ઓફિસમાં ઘૂસી યુવાન પર હુમલો કરી નાણાંની માગણી કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. એ-ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં સીતારામ નગરના પ્લોટ નંબર સી-પપમાં રહેતા સંજયભાઈ પોપટભાઈ બારડ (ઉ.વ.૪ર)નાએ આ જ વિસ્તારમાં રહેતા નીતિન નામના શખ્સ વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે નીતિન અગાઉ અનેક વખત પૈસાની માગણી કરતો હતો જેમાં પોતે ઓફિસમાં બેઠા હતા ત્યારે નીતિને ઓફિસમાં ઘૂસી બિભત્સ ગાળો આપી રૂા.૧ર લાખની માગણી કરી ઓફિસમાં તોડફોડ કરી રૂા.પ,૦૦૦નું નુકસાન કરી આતંક મચાવી પોતાને પરિવાર સમેત ખતમ કરી નાખવાની ધમકી આપી નાસી છુટ્યો હતો. સંજયભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે નીતિન નામના શખ્સ વિરૂદ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks