બળાત્કારો કરી મહિલાઓને બ્લેકમેઈલ કરનાર બાબાની ધરપકડ, ૧ર૦ અશ્લીલ વીડિયો જપ્ત

(એજન્સી) ચંદીગઢ, તા.ર૩
હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાના કસ્બામાં મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેઈલ કરવાના આરોપમાં એક મહંત અમરપુરી બાબાની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી મહિલાઓના ૧ર૦ અશ્લીલ વીડિયો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી મહંતને પ દિવસની હિરાસતમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ ફતેહાબાદ જિલ્લાના ટોહાના કસ્બામાં બાબા અમરપુરીનો આશ્રમ બનેલો છે. તેઓ ૧૪ વર્ષ પહેલાં વિસ્તારમાં જ જલેબીની દુકાન ચલાવતો હતો. તેથી લોકો તેને જલેબી બાબાના નામે પણ ઓળખે છે. જ્યાં સુધી તેનો અશ્લીલ વીડિયો સામે નહોતો આવ્યો, ત્યાં સુધી આશ્રમમાં લોકોની ભીડ એકઠી થતી હતી. આ દરમિયાન બાબાના કાળા કારસ્તાનોના ખુલાસા થયા બાદ લોકોના હોશ ઉડી ગયા. બાબાએ જાણીજોઈને રહેણાંક વિસ્તારમાં આશ્રમ બનાવ્યો હતો. વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે, આરોપી બાબા પહેલાં જલેબી અને પકોડીની દુકાન ચલાવતો હતો. ત્યારબાદ અચાનક તે મહંત બની ગયો. તંત્ર-મંત્ર કરવા લાગ્યો. લોકો પોતાની સમસ્યાઓ લઈને તેની પાસે જવા લાગ્યા. એક પીડિત મહિલાએ જણાવ્યું કે, આરોપી બાબા એકવાર દુષ્કર્મના આરોપમાં ૯ મહિનાની કેદની સજા ભોગવી ચૂક્યો છે. તે તંત્ર-મંત્ર દ્વારા મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તેની પાસે મહિલાઓ પોતાની સમસ્યાઓ લઈને આવતી હતી. કોઈ ઘરના કંકાસથી દુઃખી રહેતું તો કોઈ બીમારીથી પરેશાન રહેતું હતું. આરોપી તેમને માદક પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ દરમિયાન તે મહિલાઓના વીડિયો બનાવી લેતો હતો. ત્યારબાદ તેમને બ્લેકમેઈલ કરતાં તેમને હવસનો શિકાર બનવા માટે મજબૂર કરતો હતો. તેમની પાસેથી પૈસા પડાવતો હતો. આ દરમિયાન બે મહિલાઓએ તેના કાળા કારસ્તાનોનો ખુલાસો કરી દીધો. ત્યારબાદ પોલીસે તેમની વિરૂદ્ધ કેસ દાખલ કરતાં તેની ધરપકડ કરી લીધી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks