રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની યાત્રા પર ૧૩ કલાકમાં ૩૪ કિ.મી. ચાલ્યા

(એજન્સી) નવી દિલ્હી,તા.૭
જાહેરમાં પોતાને કેટલીય વખત પોતાને ‘શિવભકત’ બતાવી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાસ માનસરોવરની યાત્રા પર છે. રાહુલ ગાંધી સતત ત્યાંથી તસવીરો પણ શેર કરી રહ્યાં છે. પરંતુ પહેલી વખત રાહુલ ગાંધીની પોતાની તસવીર સામે આવી છે. અત્યાર સુધી રાહુલ પહાડ અને તળાવની તસવીરો જ શેર કરી રહ્યાં હતા.
કોંગ્રેસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી ૧૩ કલાકમાં ૩૪ કિલોમીટર ચાલી ચુકયા છે. તેમના હૃદયની ગતિ ૭૩ બીપીએમ છે અને તેઓએ ૪૪૪૬ કેલરી બર્ન કરી છે.
શુક્રવારના રોજ રાહુલની આ તસવીરમાં ટોપી, ચશ્મા, જીન્સ, જેકેટ પહેરેલા દેખાઇ રહ્યાં છે. રાહુલની સાથે એક વ્યક્તિ બીજી કોઇ પણ છે. રાહુલની આ તસવીર સોશિયલ મીડિયા પર લેખક સાધ્વી ખોસલાએ શેર કરી. તો રાહુલ ગાંધીએ તેમના ટિ્‌વટર એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો.
આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ પણ રાહુલ ગાંધીએ ટિ્‌વટર એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી. તેમણે લખ્યું કે આ વિશાળકાય પર્વતની શરણમાં આવવું સૌભાગ્યની વાત છે.
આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધી પોતાની કૈલાશ યાત્રા દરમ્યાન સતત પર્વતો, તળાવની તસવીરો શેર કરી રહ્યાં હતા. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર કેટલાંય લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું રાહુલ ખરેખર કૈલાસ ગયા છે. કેટલાંકે આરોપ મૂકયો હતો કે રાહુલ ગાંધી ઇન્ટરનેટથી તસવીરો ડાઉનલોડ કરી તસવીરો શેર કરી રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks