Ahmedabad

૧૪ પાટીદાર વિરલાઓના આત્માનો અવાજ સાંભળીને ભાજપ વિરૂદ્ધ મતદાન કર્યું

અમદાવાદ, તા.૮
મૂળ જીપીપીના અને બાદમાં ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા પાટીદાર અનામત આંદોલનમાં ઝંપલાવી ભાજપની સામે પડયા હતા. ત્યારે આજે નલિન કોટડિયાએ ભાજપને મત આપ્યા હોવાની ચર્ચા વહેતી થતાં અનામત આંદોલનકારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે મોડી રાત્રે નલિન કોટડિયાએ ફેસબુક ઉપર વીડિયો શેર કરીને ખુલાસો કર્યો હતો કે ભાજપે મને વ્હીપ આપ્યો હતો. આ વ્હીપનો અનાદર કરૂં તો મને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે. પરંતુ આંદોલનમાં શહીદ થયેલા ૧૪ પાટીદાર વિરલાઓના આત્માનો અવાજ સાંભળીને ભાજપની વિરૂદ્ધમાં મતદાન કર્યું છે. જો કે, ભાજપે વ્હીપ આપ્યો ત્યારે જાહેર કરી દઉં તો કાયદાકીય પગલાં ભરવામાં આવી શકે. પાટીદાર સમાજને ભાજપ ન્યાય નહીં આપે ત્યાં સુધી લડતો રહીશ એમ નલિન કોટડિયાએ જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.