Ahmedabad

ભાજપના નેતા પાસે ડોન દાઉદના સાગરિતે રૂા. ૧પ લાખની ખંડણી માંગી

અમદાવાદ,તા.૧
ગુજરાતમાં ભાજપના એક નેતા પાસે દાઉદના સાગરિતે રૂા.૧પ લાખની ખંડણી માંગી છે અને જો ખંડણી નહીં ચુકવાય તો ભાજપના નેતાના પરિવારને ખતમ કરી નાખશે. તેવી ધમકી પણ ઉચ્ચારી છે. ત્યારે ગુજરાત પોલીસે ધમકી મળી છે. તે નેતા અને તેના પરિવારજનોને રક્ષણ આપ્યું છે. ગુજરાત ભાજપના એક નેતા પાસે ડોન દાઉન ગેંગના એલીબુદેશ નામના ગેંગસ્ટરે રૂા.૧પ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.
આ ગેંગસ્ટરે નેતાને ધમકી આપી છે કે જો તેમને પંદર લાખ ચુકવવામાં નહીં આવે તો તે તેમના પરિવારને ખતમ કરી નાખશે. ગુજરાત પોલીસ દ્વારા તુરંત આ નેતા અને તેમના પરિવારને પોલીસ રક્ષણ આપી દેવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ભાજપની નેતાની ફરિયાદ નોંધી કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા નેતાના નામ અને તે અંગેની કોઈપણ જાણકારી જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ જે નંબર ઉપર નેતાને ફોન આવી રહ્યા હતા તેની તપાસ શરૂ કરી છે. જો કે આ ગેંગસ્ટર પ્રોકિસસર્વરનો ઉપયોગ કરી ફોન કરતો હોવાની જાણકારી મળી રહી છે. પોલીસને એવી પણ જાણકારી મળી છે કે પંદર લાખની ખંડણી માગનાર અલીબુદેશ અગાઉ દાઉ સાથે કામ કરતો હતો પરંતુ ઘણા સમયથી તે કોઈ કારણસર દાઉદથી છુટો પડી ગયો છે.
અલીબુદેશે અગાઉ ઉત્તર પ્રદેશના પંદર ધારાસભ્યોને પણ ફોન કરી ખંડણી માગી હતી. આમ ઉત્તર પ્રદેશમાં તેનો આતંક વધતા ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી જો કે હજી સુધી ઉતરપ્રદેશ પોલીસ પણ અલીબુદેશ સુધી પહોંચી શકી નથી. દરમ્યાન હવે તેણે પોતાના નિશાના ઉપર ગુજરાતના નેતાઓને લેતા ગુજરાત પોલીસ પણ આ મામલે સક્રિય બની રહી છે હાલમાં તપાસ ચાલી રહી છે કે અલીબુદેશના કોઈ સ્થાનિક સાથી ગુજરાતમાં સક્રિય છે કે નહીં.