૧પ વર્ષ પહેલાં બનાવટી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ પુત્ર માટે કુટુંબ ન્યાયની રાહ જોઈ રહ્યું છે

(એજન્સી) શ્રીનગર, તા.૩
શ્રીનગર પાસે આવેલ સૈદાબાદ સોઈટેંગમાં ૧રમાં ધોરણમાં ભણતા જાવેદ માગરેની મૃત્યુની ૧પમી વરસી યોજવામાં આવી હતી. જેની કહેવાતી હત્યા સેનાએ ૧લી મે ર૦૦૩માં એક બનાવટી એન્કાઉન્ટરમાં કરી હતી. કુટુંબીજનો અને સ્થાનિકોએ કહ્યું એમને ન્યાય અપાવવાની લડાઈ ચાલુ રહેશે. એના માટે કરાયેલ સંકલ્પને દોહરાવ્યો હતો.
તે વખતના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદે ખાતરી આપી હતી કે ન્યાય અપાવવામાં આવશે.
સરકારે એક તપાસ કમિટી નીમી હતી. જેમણે પોતાનો અહેવાલ આપી જણાવ્યું કે ૧૭ વર્ષીય જાવેદ નિર્દોષ હતો. રાજ્ય સરકારે કેન્દ્રીય રક્ષા મંત્રાલયને આ બાબત જાણ કરી અને દોષીઓ સામે કાર્યવાહી ચલાવવા પરવાનગી માંગી હતી. પોલીસે ૯ સૈન્ય કર્મચારીઓ સામે આક્ષેપો મૂક્યા હતા જેમની હત્યામાં સંડોવણી હતી.
સરકાર દ્વારા મોકલાયેલ પત્રમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર એક વિદ્યાર્થી હતો અને જેના સંબંધો ત્રાસવાદીઓ સાથે ન હતા. પણ સેનાએ દાવો કર્યો હતો કે જાવેદ એક ત્રાસવાદી હતો. અને એમની પાસેથી શસ્ત્રો મળ્યા હતા. પણ પોલીસે સૈન્યની વાતોને જુઠાણાં જણાવ્યા હતા.
પણ કુટુંબીજનોને ખબર ન પડી કે કેસની પ્રગતિ ક્યાં સુધી પહોંચી હતી. એમણે કહ્યું કે, અમે ધ્યાન આપીએ છીએ પણ માહિતી મેળવવી સહેલી નથી અને જ્યારે એએફએસપીએ કાયદા હેઠળ કામ ચાલી રહ્યું હોય ત્યારે ખૂબ જ મુશ્કેલીઓ થાય છે.
૩૦મી એપ્રિલ અને ૧લી મે ર૦૦૩ની રાત્રે સેનાએ જાવેદનું અપહરણ કર્યું હતું અને પછી બનાવટી એન્કાઉન્ટર જણાવી એની હત્યા કરી હતી પણ સત્તાવાળાઓએ જણાવ્યું કે સેનાએ એન્કાઉન્ટર કર્યું ન હતું.
એમનેસ્ટી ઈન્ટરનેશનલની રિપોર્ટ મુજબ જાવેદ અહેમદ માગરે એવા સેંકડો પીડિતોમાંનો એક છે જે સેના દ્વારા કરાયેલ માનવ અધિકારોના ભંગનો ભોગ બનેલ હતો. એમણે જણાવ્યું કે, છેલ્લા રપ વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં આ રીતે અત્યાચારો થઈ રહ્યા છે. દાયકાઓથી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં મૂકાયેલ છે, એમનું કાર્ય નાગરિકોની રક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા જાળવવી અને હિંસા ફેલાવતા તત્ત્વોનો સામનો કરવાનો છે. જો કે સુરક્ષા ઓપરેશનોના ઓઠા હેઠળ સેના ગંભીર માનવ અધિકારોનું ભંગ કરી રહી છે. જે માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતું નથી. એવા પીડિતોને ન્યાય મળવું જોઈએ જે રીતની બાહેંધરી બંધારણમાં આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks